(એજન્સી) તા.૧૯
ગત વર્ષે એપ્રિલ મહિનામાં યુરોપીયન પત્રકાર ફેડરેશનમાં ભાગ લેવા માટે ગયેલા પેલેસ્ટીની પત્રકાર સંઘના સભ્ય ઓમર નાઝાલની કિંગ હુસૈન બ્રિજ પરથી ઈઝરાયેલી દળે ધરપકડ હાથ ધરી હતી. આંતરરાષ્ટ્રીય સમુદાય દ્વારા કરવામાં આવેલી વિનંતી છતાં કારણ વગર તેમને ૧૧ મહિના સુધી જેલમાં ગોંધી રાખવામાં આવ્યા હતા.
પેલેસ્ટીની તાબા હેઠળ આવેલા ધઈશિશિ શરણાર્થી કેમ્પમાં ઈસ્માઈલ હામદી સુઈ રહ્યાં હતા ત્યારે ઈઝરાયેલી દળે દરોડા પાડી કારણ વગર તેમની ધરપકડ હાથ ધરી હતી. પેલેસ્ટીની કેદી સંસ્થાએ જણાવ્યું કે ઈઝરાયેલે કારણ વગર ૭૫૦થી વધુ પત્રકાર, બુદ્ધિજીવીઓ અને સંસદોની ધરપકડ હાથ ધરી છે. ઈઝરાયેલ તેમને આતંકી માને છે અને પેલેસ્ટીની સત્તાધીશોને નાણાકીય સહાય કરવા દેતું નથી.
૧૯૯૪ પેરીસ પ્રોટોકોલ પ્રમાણે ઈઝરાયેલી નેસેટે ઠરાવ પસાર કર્યો છે જેમાં સૈનિકો પેલેસ્ટીની સત્તાધીશો વતી ૩૦૦ મિલિયન ડોલરની રકમ ઉપાડી શકે છે. ઈસ્માઈલે જણાવ્યું કે પેલેસ્ટીની સત્તાધીશો દ્વારા ખર્ચવામાં આવતા ૧૪૫૦ શેકેલમાં કઈપણ થઈ શકતું નથી. મારો પુત્ર સિગારેટ પાછળ મહિને ૧૦૮૦ શેકેલ ખર્ચી નાખે છે. ખોરાક પણ ખરાબ ગુણવત્તાનું આપવામાં આવે છે. પંખો અને સિગારેટના પૈસા ઈઝરાયેલ દ્વારા આપવામાં આવે છે.
નઝાલે જણાવ્યું કે કેદીઓને શાદી શુદા કે સિંગલ છે એ પ્રમાણે ૧૪૦૦થી ૧૮૦૦ શેકેલ આપવામાં આવે છે. જેલમાં સિગારેટ ૩૭ શેકેલની મળે છે. અન્ય વસ્તુઓ પણ અમારે જાતે જ ખરીદવી પડે છે. પેલેસ્ટીની સત્તાધીશો જો આ ખર્ચના ઉપાડી શકતા હોય તો આ જવાબદારી જેલ સત્તાધીશોની છે. ફેબ્રુઆરી ૨૦૧૬માં પેલેસ્ટીની નાણામંત્રી શુકરી બિશારે જણાવ્યું કે અમેરિકા અને અન્ય રાષ્ટ્રો પેલેસ્ટીની કેદીઓના ખર્ચ વિશે તેમની જવાબદારી જાણે છે. પેલેસ્ટીની વડાપ્રધાન રામી હમદાલ્લાહે પણ બજેટ સમયે આ મુદ્દેે ચર્ચા કરી હતી. ઈઝરાયેલ પેલેસ્ટીની સત્તાધીશો દ્વારા કરવામાં આવતી મદદને કાપી રહ્યું છે એ સ્વીકાર્ય નથી. પેલેસ્ટીની કેદીઓની મદદ અટકાવવાની વાત ભારે વિવાદાસ્પદ અને રાજકીય છે.
બિશારાએ જણાવ્યું કે ઈઝરાયેલ બેવડા માપદંડ અપનાવી રહ્યું છે. પેલેસ્ટીની સત્તાધીશો સમય રોકશે તો આ તેમનો રાજકીય આપઘાત ગણાશે. રાજનૈતિક વિષયના પ્રોફેસર એહમદ અઝામે જણાવ્યું કે પેલેસ્ટીની કેદી અને શહીદો આપણા હીરો છે. બધા લોકોએ આ સમજવું જોઈએ જ્યારે વિવાદ પતી જશે ત્યારે આનું નિવારણ લાવી શકાય છે.