જયરામ જીત્યોઃ સમીર અને રિતુપર્ણા વિશ્વ બેડમિન્ટન ચેમ્પિ.માંથી બહાર

ગ્લાસગો, તા.ર૪
ભારતના અજય જયરામે હોલેન્ડના માર્ક કાઝોને સીધી ગેમમાં હરાવી વિશ્વ બેડમિન્ટન ચેમ્પિયનશીપની પ્રી કવાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. જ્યારે સમીર વર્મા અને રિતુપર્ણા દાસ હારીને બહાર થઈ ગયા છે. ૧૩મા ક્રમાંકના જયરામે ૩૩ મિનિટ સુધી ચાલેલી મેચમાં વિશ્વના પ૦મા નંબરના ખેલાડી કાઝોને ર૧-૧૩, ર૧-૧૮થી પરાજય આપ્યો. હવે તેનો સામનો બે વખતના ચેમ્પિયન ચીનના ચેન લોંગ સાથે થશે. સૈયદ મોદી ગ્રા.પી. ગોલ્ડ વિજેતા સમીર જો કે ર૦૧૦ કોમનવેલ્થ ગેમ્સના વિજેતા ૧૬મા ક્રમાંકના રાજીવ ઓસેફ સામે હારીને બહાર થઈ ગયો. રાષ્ટ્રીય ચેમ્પિયન રિતુપર્ણાને સ્થાનિક ખેલાડી ગિલમોર ર૧-૧૬, ર૧-૧૩થી પરાજય આપ્યો. મહિલા ડબલ્સમાં સંજના સંતોષ અને અરાથી સારા સુનિલની જોડી ચીનના બાઓ ચિકિસન અને યુશિયા સામે ર૧-૧૪, ર૧-૧પથી હારી ગઈ.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts