JEE Advancedની ફીમેલ ટોપર આરોહીદેશપાંડેએ કેમ ‘ટોપર માઇન્ડસેટ’થી અંતર રાખ્યું ?

JEE Advanced ૨૦૨૬ : પુણેથી કોટા શિફ્ટ થયેલી આરોહી દેશપાંડેએ AIR ૭૭ સાથે મેળવ્યું ટોચનું સ્થાન; પૂરતી ઊંઘ અને શાંત મગજને ગણાવ્યું સફળતાનું રહસ્ય

(એજન્સી) નવી દિલ્હી, તા.૭
દેશની સૌથી અઘરી ગણાતી પ્રવેશ પરીક્ષાઓમાંની એક EE Advanced ૨૦૨૬નું પરિણામ જાહેર થઈ ગયું છે, જેમાં ઓલ ઈન્ડિયા રેન્ક (AIR) ૭૭ મેળવીને આરોહી દેશપાંડે દેશભરમાં મહિલા કેટેગરીમાં ટોપર બની છે. મૂળ પુણેની વતની આરોહીએ પોતાની સફળતાનો શ્રેય તેના માતા-પિતા, શિક્ષકો અને મિત્રોને આપ્યો છે. સામાન્ય રીતે ટોપર્સ ભારે દબાણ અને તણાવમાં રહેતા હોય છે, પરંતુ આરોહીએ આ ‘ટોપર માઇન્ડસેટ’ થી દૂર રહીને ખૂબ જ શાંતિથી અને સંગઠિત રીતે તૈયારી કરીને આ સિદ્ધિ મેળવી છે.
દીકરીના સપના માટે આખો પરિવાર કોટા શિફ્ટ થયો : આરોહીએ ધોરણ ૮ સુધીનો અભ્યાસ પુણેમાં કર્યો હતો. જેમ જેમ ગણિત અને વિજ્ઞાન વિષયોમાં તેનો રસ વધતો ગયો, તેમ તેના પરિવારે IIT માં ભણવાના તેના સપનાને પૂરૂં કરવા માટે કોટા (રાજસ્થાન) શિફ્ટ થવાનો મોટો નિર્ણય લીધો. આરોહીએ જણાવ્યું કે, “આ સફરમાં મારા માતા-પિતાએ મને ખૂબ સપોર્ટ કર્યો છે. હું મારી તૈયારી પર ધ્યાન કેન્દ્રિત કરી શકું તે માટે મારા માતા-પિતાએ તેમના કામકાજમાં પણ ફેરફાર કર્યો અને ‘વર્ક ફ્રોમ હોમ’ શરૂ કર્યું.” કોટામાં વિતાવેલા ચાર વર્ષોને તે અવિસ્મરણીય ગણાવે છે, જ્યાં તેના શિક્ષકો અને મિત્રોએ તેને દરેક પગલે માર્ગદર્શન અને સાથ આપ્યો.
પરીક્ષાને ‘જીવન-મરણનો સવાલ’ ન બનાવો : આરોહીની સલાહઅન્ય વિદ્યાર્થીઓની જેમ ચોવીસ કલાક રેન્ક અને માર્ક્સની ચિંતા કરવાને બદલે આરોહીનું માનવું છે કે શાંત મગજ વધુ સારૂં પ્રદર્શન કરી શકે છે. JEE Main ૨૦૨૬ પછી આપેલા એક ઈન્ટરવ્યુમાં તેણે ખુલાસો કર્યો હતો કે, દબાણ ઓછું કરવાથી તેનું પ્રદર્શન વધુ સારૂં થયું હતું. તેણે ઉમેર્યું કેઃ “હું ખૂબ જ રિલેક્સ માઇન્ડ સાથે પરીક્ષા આપવા ગઈ હતી અને તેના કારણે મારો સ્કોર ઘણો સારો આવ્યો. તમે આ પરીક્ષા વિશે જેટલું ઓછું વિચારશો કે આ બહુ મોટી અને મહત્વપૂર્ણ પરીક્ષા છે, એટલું જ તમારું પ્રદર્શન વધુ સારું રહેશે.”ઊંઘનો ત્યાગ નહીં, સ્માર્ટ સ્ટડી પર આપ્યો ભાર : આરોહીએ વિદ્યાર્થીઓમાં પ્રવર્તતી એ માન્યતાને પણ નકારી દીધી છે કે સફળ થવા માટે ઊંઘનો ત્યાગ કરવો જરૂરી છે અને કલાકો સુધી સતત વાંચવું પડે છે. તેણે સ્પષ્ટ કર્યું કે, “હું મારી જરૂરિયાત મુજબ પૂરતી ઊંઘ લેતી હતી. લાંબા કલાકો સુધી ભણવાથી તમે આપોઆપ પ્રોડક્ટિવ બની જાઓ છો એવું હું નથી માનતી.”લાંબા કલાકો સુધી વાંચવાને બદલે આરોહી સ્માર્ટ અને ઓર્ગેનાઇઝ્‌ડ સ્ટડી પદ્ધતિ પર ભરોસો કરતી હતી :વ્યવસ્થિત નોટ્‌સ : તેપોતાની નોટ્‌સ ખૂબ જ સ્ટ્રક્ચર્ડ રાખતી હતી.કલર-કોડિંગ ટેકનિક : ખાસ કરીને કેમેસ્ટ્રી (રસાયણ વિજ્ઞાન) વિષયમાં સરળતાથી અને ઝડપથી રિવિઝન કરી શકાય તે માટે તે કલર-કોડિંગ ટેકનિકનો ઉપયોગ કરતી હતી.માનસિક સ્વાસ્થ્ય : લાંબા ગાળાની તૈયારી દરમિયાન તેણે સતત મહેનતની સાથે પોતાના માનસિક સ્વાસ્થ્યને પણ એટલું જ મહત્વ આપ્યું હતું.ભવિષ્યના ઉમેદવારોને સરળ સંદેશ : ‘તમે આ કરી શકો છો’ : દેશની ફીમેલ ટોપર બન્યા પછી પણ આગામી સમયમાં ત્નઈઈ ની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે આરોહીનો સંદેશ ખૂબ જ સરળ છે. તેણે ભવિષ્યના ઉમેદવારોને શુભેચ્છા પાઠવતા કહ્યું, “ભવિષ્યમાં ત્નઈઈ છઙ્ઘદૃટ્ઠહષ્ઠીઙ્ઘની પરીક્ષા આપનારા તમામ વિદ્યાર્થીઓને ઓલ ધ બેસ્ટ. તમે આ ચોક્કસપણે કરી શકો છો, બસ પોતાની તૈયારી પર ભરોસો રાખો.”

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts