(એજન્સી) ન્યૂયોર્ક, તા.૧૮
યુએસના સામાન્ય સચિવ એન્ટોનિઓ ગુટેરરેસે શુક્રવારે ચેતવણી આપી હતી કે જેરૂસલેમમાં થયેલી હિંસામાં બે ઈઝરાયેલી પોલીસકર્મીઓ માર્યા ગયા છે. જેને કારણે વધુ હિંસા ફેલાઈ શકે છે પરંતુ દરેક પક્ષોએ આ હિંસાને પ્રોત્સાહન આપવાથી બચવું જોઈએ. ગુટેરરેસે આ હુમલાની નિંદા કરતાં વધુમાં ઉમેર્યું કે આ ઘટનાથી આગળ હિંસા ભડકી શકે છે. જેથી દરેકે આ હિંસાને ત્યાગવા માટે જવાબદારી લેવી પડશે. યુએનના વડાએ પેલેસ્ટીની નેતા મોહમ્મદ અબ્બાસના વખાણ કર્યા અને ઈઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુની હિંસા બદલ નિંદા કરી હતી તથા લોકોને એવું આશ્વાસન આપ્યું કે જેરૂસલેમના પવિત્ર સ્થળોનું સન્માન કરવામાં આવશે. ગુટેરરેસે કહ્યું, ધાર્મિક સ્થળોની પવિત્રતાને પ્રતિબિંબિત કરીને તેનું સન્માન કરવું જોઈએ, હિંસાનું નહીં. હાલ તો સુરક્ષા દળોએ જેરૂસલેમના પવિત્ર સ્થળની આસપાસના વિસ્તારોને બંધ કરી દીધા છે તથા અલ-અક્સા મસ્જિદમાં થતી શુક્રવારની નમાઝને પણ બંધ કરી દીધી છે. જોર્ડને આ ઘટના બાદ ઈઝરાયેલને તરત જ મસ્જિદને ફરીથી ખોલવા માટે કહ્યું. જોર્ડન ઈઝરાયેલના કબજાવાળા પૂર્વીય જેરૂસલેમના પરિસરમાં સંરક્ષક છે અને પવિત્ર સ્થળો પર વારંવાર થઈ રહેલા હુમલાઓની તે નિંદા કરે છે. સરકારના પ્રવક્તા મોહમ્મદ મોમનીએ કહ્યું ઈઝરાયેલે અલ-અક્સા મસ્જિદ અને હરામ અલ-શરીફના પરિસરને તરત જ ખોલવા પડશે અને ઈઝરાયેલે જેરૂસલેમ અથવા અલ-અક્સા મસ્જિદ પરિસરની ઐતિહાસિક સ્થિતિને બદલવાના ઉદ્દેશથી કોઈપણ પગલું ના ભરવું જોઈએ.