International

જો અમને બળજબરીપૂર્વક મોકલશો તો પણ અમને મારી જ નાખવામાં આવશે : રોહિંગ્યા મુસ્લિમો

(એજન્સી) તા.૧૭
કેન્દ્રીય ગૃહમંત્રાયલે કહ્યું છે કે ગેરકાયદેસર રીતે વસતા ૪૦ હજાર રોહિંગ્યા મુસ્લિમોને દેશમાંથી કાઢી મૂકવામાં આવશે. હાલમાં દેશમાં જુદા જુદા સ્થળોએ રોહિંગ્યા મુસ્લિમો વસવાટ કરી રહ્યા છે. ફક્ત હૈદરાબાદમાં જ ૪૦૦૦ જેટલા રોહિંગ્યા મુસ્લિમો શરણ લઇ રહ્યાં છે. જોકે સરકારના આ નિર્ણયથી આ સમુદાયના લોકોમાં ભય ઓસરી ગયો છે. તેઓ છેલ્લા છ વર્ષોથી અહીં વસવાટ કરી રહ્યાં છે. બાલાપુર ખાતે આવેલી રોહિંગ્યા વસાહતમાં રહેતા એક પ૦ વર્ષીય મૌલાના હમીદ-ઉલ-હક કહે છે કે જો અમને ભારતમાંથી કાઢી મૂકવા જ હોય તો એના કરતાં સારું હશે કે અમને અહીં જ મારી નાખો. જો અમને બળજબરીપૂર્વક અહીંથી કાઢી મૂકશો તો પણ અમને ત્યાં પણ મરવાનું જ છે. એ લોકો અમને મારી જ નાખશે. તમને જણાવી દઇએ કે મ્યાનમાર સરકારે ૧૯૮રમાં રાષ્ટ્રીયતા કાયદો બનાવ્યો હતો જેમાં રોહિંગ્યા મુસ્લિમોની નાગરિકતાનો દરજ્જો સમાપ્ત કરી દેવાયો હતો. જેના બાદથી જ મ્યાનમાર સરકાર રોહિંગ્યા મુસ્લિમોને દેશ છોડી જવા મજબૂર કરતી રહી છે. જોકે આ સમગ્ર વિવાદનું મૂળ ૧૦૦ વર્ષ જૂનું છે પરંતુ ર૦૧રમાં મ્યાનમારના રાખિનમાં થયેલા કોમવાદી રમખાણોને લીધે આ વિવાદ વકર્યો હતો. ઉત્તર રાખિનમાં રોહિંગ્યા મુસ્લિમો અને બૌદ્ધ ધર્મના લોકો વચ્ચે પ૦થી વધુ મુસ્લિમો અને લગભગ ૩૦ બૌદ્ધે જીવ ગુમાવ્યા હતા. આ ઘટનાક્રમમાં અનેક રોહિંગ્યા મુસ્લિમો ભારતમાં ઘૂસી આવ્યા હતા અને હવે કેન્દ્ર સરકાર પણ તેમના પર એક્શન લેવાના મૂડમાં છે.
જોકે સરકાર વતી મળતી માહિતી મુજબ હાલમાં દેશમાં રોહિગ્યા મુસ્લિમો જમ્મુ-કાશ્મીર, હૈદરાબાદ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, દિલ્હી-એનસીઆર અને રાજસ્થાનમાં રહે છે. ગૃહમંત્રાલય પાસે ઉપલબ્ધ આંકડા મુજબ આ સમયે યુએનએચસીઆર પાસે ભારતમાં રહેતા ૧૪૦૦૦થી વધુ રોહિંગ્યા વિશે જાણકારી ઉપલબ્ધ છે. જોકે અન્ય સૂચનાઓ ગૃહમંત્રાલય પાસે છે. તેમના મુજબ ૪૦ હજાર જેટલા રોહિંગ્યા મુસ્લિમ ભારતમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરી રહ્યાં છે. જોકે દરમિયાન મૌલાના કહે છે કે અમે બાંગ્લાદેશ થઇને હૈદરાબાદ સુધી પહોંચ્યા હતા અને અમે અહીં છેલ્લા છ વર્ષોથી વસવાટ કરીએ છીએ. ભારત સરકારે અમને શરણાર્થી સમજી જે દયાભાવ દેખાડ્યો તે માટે અમે તેના આભારી છીએ અને તેલંગાણા સરકારે પણ અમારી સાથે સારું જ વર્તન કર્યું છે. મૌલાના કહે છે કે એકાએક અમને એવા સમાચાર મળ્યા કે અમને બળજબરીપૂર્વક ભારતની બહાર હડસેલી દેવાશે તો સાંભળતા જ અમારા હૃદય હચમચી ઊઠ્યા. એક ૭૦ વર્ષીય સુલતાન મોહમ્મદ કહે છે કે ત્રણ વર્ષ અગાઉ હું ભારત આવ્યો હતો. હાફીઝ બાબા નગરમાં શિક્ષક તરીકે કામ કરે છે. તે કહે છે કે સૈન્ય દળોએ મારા ઘર પર હુમલો કર્યો અને બધી મિલકત નષ્ટ કરી નાખી. હું મારી પત્ની અને બે બાળક સાથે ભારતના હૈદરાબાદ આવી ગયો. હું નરેન્દ્ર મોદીની સરકારનો આભારી છું કે તેમણે અમને શરણાર્થી તરીકે અહીં રહેવાની મંજૂરી આપી. હું મોતની અણીએ હતો અને મારો પરિવાર પણ ઘણી તકલીફોનો સામનો કરી રહ્યો હતો.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  International

  ઇઝરાયેલ ગાઝામાંકામચલાઉ યુદ્ધવિરામ કરાર ઇચ્છે છે : હમાસ અધિકારી

  (એજન્સી) તા.૧૬હમાસના રાજકીય બ્યુરોના…
  Read more
  International

  પેલેસ્ટીન માટે સહાય એકત્ર કરવા ભારતમાંકોઈ સંસ્થા સ્થપાઈ નથી : પેલેસ્ટીની દૂતાવાસ

  (એજન્સી) તા.૧૬નવી દિલ્હીમાં…
  Read more
  International

  ઇઝરાયેલ પર હુમલા પછી બાઇડેન ઇરાનની ઓઇલલાઇફલાઇનમાં ઘટાડો કરે તેવી શક્યતા નથી : અહેવાલ

  ગૃહમાં રિપબ્લિકન નેતાઓએ જાહેર કર્યું…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.