જ્યારે વરસાદ પડે અથવા… ?

પક્ષીઓ માટે સામાન્ય રીતે એક કહેવતનો ઉપયોગ થાય છે, ‘એક સરખી પાંખો ધરાવતા પક્ષીઓ સમૂહમાં રહે છે’ પરંતુ ખરી કહેવત તો એ છે કે ‘પાંખો ધરાવતા પક્ષીઓ સમૂહમાં રહે છે.’ (ગુજરાતીમાં પણ આવી જ એક કહેવત છે, ‘આવ ભાઈ હરખા, આપણે બેઉ સરખા.’
આ એક પ્રાચીન કહેવત છે કે જે આપણને ૧પ૪પમાં પાછા લઈ જાય છે કે જ્યારે વિલિયમ ટર્નરે ધ રેસ્કયુઈંગ ઓફ રોમિશ ફોક્સમાં લખ્યું હતું. પોતાની જાતિના પક્ષીઓ અને રંગીન માખીઓ હંમેશા સાથે રહે છે. આજે પણ તેનો સામાન્ય રીતે વપરાશ થતો રહે છે. સાથે ટકી રહેવાની ક્ષમતા વિશે એમી ગિલ્લેટ્ટ વાત કરી છે. અમેરિકન અંગ્રેજી રૂઢિપ્રયોગો અને અભિવ્યક્તિ તથા આ જ મુદ્દાઓ પર પાંચ પુસ્તકો લખનાર અગ્રણી લેખિકા એમી ગિલ્લેટ્ટ તરીકે દુનિયામાં નામના મેળવી ચૂકી છે. તે હાલ મિશિગનની યુનિવર્સિટીમાં ભણાવે છે.
અત્રે પ્રસ્તુત તસવીરો આમ તો, વરસાદ સાથે કોઈ જ સંબંધ ધરાવતી નથી પરંતુ જેમ વાદળાંઓ આભમાં ઊંચે ચઢીને ઘેરાયા બાદ સાથે મળીને, જેમ ખાલી ખાબોચિયાને ભરવા માટે વરસી પડે છે, તે જ રીતે આપણા અદ્‌ભુત વિચારો થકી, માટીના એક સામાન્ય ઢેફાંને પણ કલાત્મક કૂંજાઓમાં પરિવર્તિત કરી તેની સુંદરતામાં વધારો કરી શકાય છે.
પ્રથમ તસવીરમાં વિયેતનામના એક સ્થળનું હવાઈ દૃશ્ય દર્શાવવામાં આવ્યું છે. જેમાં માટીમાંથી બનેલી ઘણી બધી કોઠીઓને ચોગાનમાં હારબંધ ગોઠવવામાં આવી છે. આ કોઠીઓમાં વિયેતનામી વ્યંજનોમાં ઉપયોગમાં લેવાતા એક ખાસ પ્રકારના મસાલા તુઓંગને ભરવામાં આવ્યો છે. વરસાદી ઋતુમાં એક મજૂર મસાલાથી ભરેલી આ કોઠીઓને ઢાંકી રહ્યો છે, તેવું દૃશ્યમાન થઈ રહ્યું છે. તુઓંગને ચોખા અને સોયાબીનના પાણીના મિશ્રણથી બનાવવામાં આવે છે ત્યારબાદ તેને થોડા દિવસો સુધી માટીની આ કોઠીમાં ઉકાળવામાં આવે છે ત્યારબાદ તુઓંગ નામનો આ મસાલો તૈયાર થાય છે. જેનો કોઈપણ વિયેતનામી વાનગીમાં ઉપયોગ કરી તેને સ્વાદિષ્ટ બનાવી શકાય છે.
દ્વિતીય તસવીર અને પ્રથમ તસવીરમાં સામાન્ય બાબત એક જ છે, હારબંધ ગોઠવાયેલ માટીના ઘડા પરંતુ એકમાં જ્યારે સંખ્યાબંધ કોઠીનો ઉપયોગ મસાલાને તૈયાર કરવામાં થાય છે ત્યારે બીજી તરફ એ જ માટીના તથા સ્ટીલના ઘડાઓમાં પાણી ભરવા માટે તેને સંખ્યાબંધ રીતે ગોઠવવામાં આવ્યા છે. આ તસવીર હૈદરાબાદની છે. ગત બે-ત્રણ સપ્તાહ દરમ્યાન દસ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હોવા છતાં, હજી પણ હૈદરાબાદના ઘણા ભાગોમાં લોકો પીવાના પાણી માટે વલખાં મારતાં જોવા મળી રહ્યા છે. અહીં પાણીની તંગી સર્જાતા, પીવાના પાણીની માંગને પૂરી કરવા હૈદરાબાદ મહાનગર પાણી પુરવઠા અને પાણી નિકાલ બોર્ડ દ્વારા ટેન્કરની સુવિધા પૂરી પાડીને લોકો સુધી પીવાનું પાણી પહોંચાડવામાં આવે છે.
પ્રથમ તસવીરમાં મસાલાઓથી ભરપૂર કોઠીઓને વરસાદી પાણીથી બચાવવા માટે ઢાંકવામાં આવી રહી છે. જ્યારે દ્વિતીય તસવીરમાં ખુલ્લા ઘડા વરસાદી ટીપાંઓથી છલકાઈ જવા ઈચ્છે છે. આ બંને દૃશ્યો આપણને વરસાદના પ્રિય અને અપ્રિય સ્વરૂપની ઝાંખી કરાવી જાય છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks