કબડ્ડી વર્લ્ડકપની શ્રેષ્ઠ ચાર ટીમો ફાઈનલ માટે સુસજ્જ

ભારતીય કબડ્ડી ટીમ હવે હોટફેવરિટ બની

અમદાવાદ, તા.૨૦

કબડ્ડી વર્લ્ડકપ ૨૦૧૬ના અંતિમ તબક્કા માટે સેમિ ફાઇનાલિસ્ટ ટીમો ભારત, ઇરાન, રીપબ્લિકન ઓફ કોરિયા અને થાઈલેન્ડની ટીમો સજ્જ થઇ ગઇ છે. છેલ્લા ૧૩ દિવસ દરમિયાન ભારત, યુનાઇટેડ સ્ટેટ્‌સ ઓફ અમેરિકા, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ઇરાન, કેન્યા, પોલેન્ડ, થાઇલેન્ડ, બાંગ્લાદેશ, રીપબ્લિકન ઓફ કોરિયા, જાપાન અને આર્જેન્ટિનાના ૧૫૦થી વધુ રમતવીરોએ શક્તિશાળી પ્રદર્શન કર્યું છે. આ ટુર્નામેન્ટમાં ગ્રુપ સ્ટેજમાં આપણે ઘણા અવિસ્મરણીય પ્રદર્શનો, શ્રેષ્ઠ કમબેક્સ, મોટા અપસેટ્‌સ અને નવી પ્રતિભાઓને ઉભરતા જોઈ છે. હવે ગુજરાતના અમદાવાદ શહેરમાં ટ્રાન્સસ્ટેડિયા દ્વારા અરીના ખાતેના અંતિમ પુરસ્કાર માટે ચાર દેશો વચ્ચેની હરીફાઈમાં અભૂતપૂર્વ રોમાંચ જોવા મળશે.  આ ચાર ટીમો વચ્ચે ૨૧મી ઓક્ટોબર ૨૦૧૬ના રોજ સેમિફાઇનલ્સ યોજાઈ રહી છે અને પ્રત્યેક ટીમો તેમના બેજોડ અભિગમ સાથે મેદાનમાં ઉતરશે. ભારત તેની અનુભવી રેઇડ ટીમ અને શક્તિશાળી ડિફેન્સ સાથે થાઈલેન્ડ પર વર્ચસ્વ જમાવી શકે છે. ભારતે રિપબ્લિક ઓફ કોરિયા સામેની છેલ્લી ઘડીની હારથી ઉભરીને બાકીને તમામ ગ્રુપ સ્ટેજ મેચોમાં સરળતાપૂર્વક જીત હાંસલ કરી હતી. આ વખતે ભારતની કબડ્ડીની રમત ચાહકોને રોમાંચની અનુભૂતિ કરાવશે તેવી અપેક્ષા છે. બારતની ટીમના કેપ્ટન અનુપ કુમારે નવા પડકારો માટે ટમને ઘણી સજ્જ કરી દીધી છે. સેમિફાઇનલમાં ભારતની પ્રતિસ્પર્ધી ટીમ થાઈલેન્ડ ૨૦૧૬ કબડ્ડી વર્લ્ડકપમાં યુવા પ્રતિભાઓ સાથે આગમન કર્યું હતું, જેઓ ફીટ, ઉત્સાહી અને મજબૂત ડિફેન્સની ક્ષમતા ધરાવે છે. ખોમ્સાન થોંગકામના નેતૃત્વ હેઠળની આ ટીમે અત્યંત સક્ષમ એવી કેન્યાની ટીમને ગ્રુપ સ્ટેજમાં ઘણો પડકાર આપ્યો હતો.

રીપબ્લિક ઓફ કોરિયાએ ટુર્નામેન્ટની શરૂઆતમાં જ ભારતને માત આપીને ઘણો મજબૂત પ્રારંભ કર્યો હતો. ગ્રુપ સ્ટેજમાં આ ટીમ તમામ પાંચ મેચો જીતી છે અને ભારતથી આગળ વધીને તેમના ગ્રુપમાં સર્વોચ્ચ સ્થાન હાંસલ કર્યું છે. કેપ્ટન ડોંગ જુ હોંગ અને તેમની ટીમ તેમના કરીશ્માઈ રેઇડર જેન કુન લીના વિશિષ્ટ પ્રદર્શન સાથે ઉર્જાનો સંચાર કરશે.

ભારત અને બાંગ્લાદેશ સામેની અત્યંત કઠીન મેચોમાં જેન કુન લીએ અત્યંત કુશળતાપૂર્વક રેઇડ કરીને છેલ્લી ઘડીએ જીત મેળવી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts