કૈરોમાં પોલીસની હત્યા કરવા બદલ ઈજિપ્તે ૮ લોકોને મોતની સજા આપી

(એજન્સી) તા.૩૦
ઇજિપ્તની ક્રિમિનલ કોર્ટે પ્રાથમિક સજા રૂપે આઠ લોકોને મૃત્યુદંડ આપ્યો છે. આ લોકો ર૦૧૩માં કૈરોમાં એક પોલીસ મથક પર હુમલો કરવાનો આરોપ છે. શનિવારે કોર્ટે આ કેસ ગ્રાન્ડ મુફ્તીને રિફર કરી દીધો હતો. હવે તેઓ આ સજા મામલે તેમનો અભિપ્રાય આપશે. સરકાર કે કોર્ટ દ્વારા સજા આપવા માટે આ એક પ્રકારની ફોર્મેલિટી પૂર્ણ કરવામાં આવે છે. કોર્ટ આગામી ૧૦ ઓક્ટોબરના રોજ અંતિમ ચૂકાદો આપશે. હાલ આ કેસમાં ૬૮ લોકોના નામ સંડોવાયેલા છે. તમને જણાવી દઇએ કે ઓગસ્ટ ર૦૧૩માં પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ મોરસીના સમર્થકો દ્વારા આયોજિત દેખાવોને વેરવિખેર કરવા માટે સુરક્ષા દળોએ પગલાં ભર્યા હતા. જે દરમિયાન વિફરેલા લોકોએ છ પોલીસ અધિકારીને મોતને ઘાટ ઉતારી નાખ્યા હતા. પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ મોરસીને એક વર્ષના શાસન બાદ મહિના અગાઉ જ હાંકી કાઢવામાં આવ્યા હતા. જેના પગલે સમર્થકોએ આ દેખાવો કર્યા હતા. તમને જણાવી દઇએ કે આ અથડામણમાં ૬૦૦ જેટલા સમર્થકોના મોત થયા હતા. બુધવારે ઇજિપ્તે આતંકવાદને નાથવા માટે રાષ્ટ્રીય પરિષદની રચના કરી છે. આ સમિતિને સરકાર દ્વારા ભરપૂર છૂટ્ટો દોર આપવામાં આવ્યો છે. તેનો ઉદ્દેશ્ય ફક્ત આતંકવાદને નષ્ટ કરવાનો છે. સિનાઈ પેનિનસુએલામાં ઇજિપ્ત અને આઇએસના આતંકીઓ વચ્ચે પણ ભારે અથડામણો ચાલી રહી છે. દરમિયાન સેંકડો પોલીસ અને જવાનો માર્યા ગયા છે. તાજેતરમાં દેશના મહત્ત્વના વિસ્તારોમાં પણ હુમલા વધી ગયા છે. ચાલુ વર્ષે બે ચર્ચ પર થયેલા આતંકી હુમલાની જવાબદારી પણ આઇએસના આતંકીઓએ સ્વીકારી હતી જેમાં કુલ ૪૪થી વધુ લોકોના મોત થયા હતા. રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ સિસિએ આ મામલે રાજ્યમાં કટોકટી પણ જાહેર કરી હતી. જે રાષ્ટ્રીય પરિષદની રચના કરવામાં આવી છે તેના વડા અલ સિસિ છે અને તેમાં સંસદના વડા, વડાપ્રધાન, અઝારના વડા તથા અન્ય મંત્રીઓ પણ નેતૃત્વ કરવામાં સહયોગ કરશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks