કોહલી ટેસ્ટ રેન્કિંગમાં પાચમા સ્થાને

દુબઈ, તા.ર૧
ભારતીય કપ્તાન વિરાટ કોહલી આઈસીસીની બેટ્‌સમેનો માટેની નવી ટેસ્ટ રેન્કિંગમાં એક સ્થાન ઉપર પાંચમા સ્થાને પહોંચી ગયો છે પણ તેનો સાથી રવિન્દ્ર જાડેજા બોલરોની યાદીમાં એક સ્થાન નીચે ત્રીજા નંબરે ખસી ગયો છે. કોહલી ડેવિડ વોર્નરને પાંચમા સ્થાનેથી હટાવી ટોપ ફાઈવમાં સામેલ થવામાં સફળ રહ્યો છે. વન-ડે અને ટી-ર૦ બંનેમાં વિશ્વનો નંબર વન બેટ્‌સમેન કોહલીએ શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટમાં સદી ફટકારી જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેની પ૦મી સદી હતી. શિખર ધવન બે સ્થાન ઉપર ર૮મા સ્થાને પહોંચી ગયો છે. જ્યારે ચેતેશ્વર પુજારા પહેલાની જેમ ચોથા સ્થાને યાથવત્‌ છે. લોકેશ રાહુલ આઠમા સ્થાને છે. જ્યારે રહાણે ચાર સ્થાનના નુકસાન સાથે ૧૪મા સ્થાને છે. ભારતીય બોલિંગમાં ભુવનેશ્વર કુમારે આઠ સ્થાનની લાંબી છલાંગ લગાવી છે અને હવે તે પોતાની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ ર૯મી રેન્કિંગે છે. મોહમ્મદ શમી ૧૮મા સ્થાને છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts