લગ્ન કરવા વધારે મહત્ત્વપૂર્ણ હતા : કોહલી

મુંબઈ, તા.ર૮
ભારતીય કપ્તાન વિરાટ કોહલી માટે એક ક્રિકેટ સિરીઝની તુલનામાં લગ્ન કરવા વધારે મહત્ત્વપૂર્ણ હતા અને તેણે કહ્યું કે ત્રણ સપ્તાહના આરામથી દ.આફ્રિકાના આગામી પ્રવાસ માટે તેની તૈયારીઓને અસર થશે નહી. કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ આજે રાત્રે દ.આફ્રિકા રવાના થશે જ્યાં ત્રણ ટેસ્ટ મેચોની સિરીઝ પાંચ જાન્યુઆરીથી શરૂ થશે. કોહલીને પૂછવામાં આવ્યું કે લગ્નના સમારોહ બાદ ક્રિકેટમાં પુનરાગમન કરવું કેટલું મુશ્કેલ હશે તેણે કહ્યું કે કોઈપણ રીતે મુશ્કેલ નથી. હું લગ્નના કારણે બહાર હતો જે વધારે મહત્ત્વપૂર્ણ હતુ તે એવો સમય હતો જે અમારા બંને માટે હંમેશા ખાસ રહેશે તેણે કહ્યું કે ફરીથી ક્રિકેટમાં પરત ફરવું કોઈપણ રીતે મુશ્કેલ નથી કારણ કે તે મારા લોહીમાં છે. એટલા માટે પ્રોફેશનલ મોરચે પુનરાગમન કરવું કોઈપણ રીતે કઠીન નથી. વર્ષ-ર૦૧૭માં ૧૧ સદીની મદદથી ર૮૧૮ રન બનાવનાર કોહલીએ કહ્યું કે દ.આફ્રિકા પ્રવાસ માટે હું માનસિક રીતે તૈયાર છું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks