(એજન્સી) કોહીમા, તા.૧૯
નાગાલેન્ડમાં રાજનૈતિક બદલાવની ઝડપથી બનેલી ઘટના બાદ રાજ્યપાલ પી.બી.આચાર્યએ મુખ્યમંત્રી શુરહોઝેલીની સરકારે બરખાસ્ત કરી છે. ત્યારબાદ નાગા પીપલ્સ ફ્રન્ટના વરિષ્ઠ નેતા ટી.આર.જેલીયાંગને રાજ્યના નવા ૧૯માં મુખ્યમંત્રી તરીકે શપથ લેવડાવ્યા હતા. રાજ્યપાલે એનપીએફની સરકારને વિધાનસભામાં બહુમતી સાબિત ન કરવા બદલ બરખાસ્ત કરી હતી. મુખ્યમંત્રી લીજીત્સુ શક્તિ પરીક્ષણ માટે રાજ્યપાલના આદેશ મુજબ ગૃહમાં હાજર રહ્યા ન હતા. તેથી રાજ્યપાલે તેમની સરકાર બરખાસ્ત કરી હતી. ત્યારબાદ એનપીએફના એક નેતા પૂર્વ મુખ્યમંત્રી જેલીયાંગને સરકાર બનાવવા આમંત્રણ આપી મુખ્યમંત્રી પદે શપથ લેવડાવ્યા હતા. ૬પ વર્ષના જેલીયાંગને રાજભવનમાં શપથ લેવડાવ્યા હતા. રાજ્યપાલે રર જુલાઈ સુધીમાં વિધાનસભામાં બહુમત સાબિત કરવા જણાવ્યું છે. ત્યારબાદ મંત્રીમંડળનું વિસ્તરણ કરાશે. જેલીયાંગ બીજીવાર રાજ્યના મુખ્યમંત્રી બન્યા. મહિલાઓ માટે ૩૩ ટકા બેઠકો અનામત કરવાના નિર્ણય પછી વ્યાપક વિરોધ બાદ તેમને રાજીનામું આપવું પડ્યું હતું. ત્યારબાદ લીજીત્સુ-૮૦ મુખ્યમંત્રી બન્યા હતા. આ સાથે એનપીએફ (નાગા પીપલ્સ ફ્રન્ટ) બે ભાગોમાં વહેંચાઈ ગયું છે. બુધવારે વિધાનસભા ભવનમાં નવા મુખ્યમંત્રી જેલીયાંગ તેમના પક્ષના ૩પ વિધાયકો અને ૪ ભાજપના વિધાયકો અને ૭ અપક્ષો સાથે હાજર હતા. પરંતુ પૂર્વ મુખ્યમંત્રી લીજીત્સુ ગૃહમાં વિશ્વાસનો મત લેવા પહોંચ્યા ન હતા. એનપીએફનો આરોપ છે કે તેમને ગૃહમાં બહુમતિ સાબિત કરવા સમય અપાયો નહીં. પક્ષના સભ્યો કોહીમામાં હાજર ન હતા. અડધી રાત્રે ગૃહમાં બહુમતી પુરવાર કરવાનો હુકમ મળ્યો. તેમ પ્રવકતા યીતાળુએ જણાવ્યું હતું. દરમિયાન નવા મુખ્યમંત્રી જેલીયાંગના (એનપીએફ) જૂથના પ્રવકતા નોખેહોએ કહ્યું કે, પૂર્વ મુખ્યમંત્રી લીજીત્સુએ સદનમાં બહુમતી સાબિત કરતા પહેલાં રાજીનામું આપવાની જરૂર હતી. ૬૦ સભ્યોના ગૃહમાં ૧ બેઠક ખાલી છે. એનપીએફ જૂથના ૪૭, ભાજપના-૪ અને ૮ અપક્ષ છે. સત્તારૂઢ પક્ષમાં પૂર્વ મુખ્યમંત્રી લીજીત્સુ પર ભાઈ-ભત્રીજાવાદના આરોપ બાદ તકરાર થઈ હતી. લીજીત્સુએ પુત્રને કેબિનેટ દરજ્જો આપી સલાહકાર બનાવ્યા હતા. પરંતુ પુત્રએ ઈન્કાર કર્યો છે. લીજીત્સુએ ર૯ જુલાઈના રોજ પેટા ચૂંટણી માટે ફોમ ભર્યું છે.