

પહેલું સુખ તે જાત નર્યા. આ કહેવતથી આપણે સૌ પરિચિત છીએ. સ્વાસ્થ્યની સુખાકારી હોવી એ દરેક માટે જરૂરી બની જાય છે. પછી એ કોઈપણ ઉંમરની વ્યક્તિ કેમ ના હોય. સ્વાસ્થ્ય અંગેની થોડી ઘણી સમસ્યાઓ ઉંમરના કોઈક તબક્કે તો આપણને સતાવતી જ રહે છે. જો કે, આપણામાંના દરેક લોકો સ્વાસ્થ્ય પ્રત્યે એટલા સચેત હોતા નથી, છતાંય સમયસર તંદુરસ્ત ખોરાકનું સેવન કરવાથી થતાં ફાયદાઓ વિશેના લેખો વાંચવાનું આપણે ચૂકતા નથી અને એમાંય વાત જો મરચાંની હોય તો આપણે કોઈપણ પ્રકારની વાનગી બનાવીએ ત્યારે ખૂબ જ સાવચેતીપૂર્વક તેનો ઉપયોગ કરતાં હોઈએ છીએ. આપણે સૌ તીખી-ચટપટી અને લઝીઝ વાનગીઓ આરોગવાના શોખીન તો હોઈએ જ છીએ, પરંતુ આપણામાંના ઘણા ખરા લોકો એ જાણતા નથી હોતા કે મરચાં માત્ર રસોઈમાં વપરાતી એક ખાદ્ય સામગ્રી ઉપરાંત એક દવા તરીકેનું પણ કાર્ય કરે છે.
પ્રથમ તસવીર ભારતના ગુજરાત રાજ્યમાં આવેલા અમદાવાદ શહેરની છે કે જ્યાં એક નિર્દોષ બાળક ચૂંટાયેલા લાલ મરચાઓના ઢગલામાં આનંદની પળો માણી રહ્યું છે.
તસવીરમાં એક તરફ જ્યાં મરચાના ઢગની વચ્ચે પણ નિર્દોષ બાળકનું હાસ્ય છલકાઈ રહ્યું છે, તો બીજી તસવીરમાં ઈઝરાયેલી સરહદીય પોલીસ દ્વારા પેલેસ્ટીનીઓ પર ગુજારવામાં આવતો અત્યાચાર અને તેમની તરફ દાખવવામાં આવતા ક્રૂર વલણનો નમૂનો જોઈ શકાય છે. પ્રસ્તુત તસવીર વાદી અલ-જોઝના પાડોશમાં આવેલા અરબના પૂર્વીય જેરૂસલેમની છે. અહીં સર્જાયેલી અથડામણો દરમ્યાન ઈઝરાયેલી સરહદીય પોલીસ દ્વારા એક પેલેસ્ટીની યુવક પર પીપર સ્પ્રેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ યુવક પીપર સ્પ્રેના છંટકાવથી આંખોને થતાં નુકસાનથી બચવા માટે પ્રયત્ન કરી રહ્યો છે. ગુરૂવારે રાત્રે ઈઝરાયેલી યુગલ પર થયેલા ગોળીબારના જીવલેણ હુમલા બાદ ઓલ્ડ સિટીમાં સંખ્યાબંધ પોલીસકર્મીઓને તૈનાત કરી દેવામાં આવ્યા છે.