હેન્ડસકોમ્બ અને શોન માર્શ મેચને ડ્રોમાં ખેંચી ગયા : કોહલી

રાંચી,તા.ર૧

રાંચી ટેસ્ટ મેચ ડ્રો થયા બાદ ભારતીય કપ્તાન વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયન ટીમની પ્રશંસા કરી છે. કોહલીએ કહ્યુંં કે, મેચના અંતિમ દિવસે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓએ સારી ટક્કર આપી. ખાસ કરીને હેન્ડસકોમ્બ અને શોન માર્શની રમતની વિરાટે જોરદાર પ્રશંસા કરી. કોહલીએ કહ્યુંં કે અંતિમ દિવસે લંચ સુધી મેચમાં અમારું વર્ચસ્વ હતુંં. તેણે કહ્યુંં કે અમે વર્ચસ્વ જાળવી રાખવાનો પ્રયાસ કર્યો પણ ઓસ્ટ્રેલિયાએ સારું પુનરાગમન કર્યું અને જોરદાર ટક્કર આપી. આનો શ્રેય હેન્ડસકોમ્બ અને શોન માર્શને આપવા માંગું છું કે તેમણે પોતાની ટીમને એકવાર ફરી મજબૂત બનાવી અને મેચ ડ્રો કરી. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રાંચીમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ ડ્રો થતાં ચાર ટેસ્ટમેચોની સિરીઝ ૧-૧થી બરાબર છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી અને નિર્ણાયક ટેસ્ટ મેચ રપ માર્ચથી ધર્મશાળામાં રમાશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts