‘માતા’ અને ‘માતૃત્વ’ને વર્ણવવા માટે આખેઆખો શબ્દકોષ ઓછો પડે. પશુ-પક્ષી હોય કે માનવી દરેકના જીવનમાં તેની ‘માતા’નું સ્થાન અનોખું હોય છે. આપણા જીવનની ચડતી-પડતી, તડકી-છાંયડીમાં આપણા સથવારે કોઈ હોય કે ન હોય પરંતુ આપણા પડખે આપણી ‘મા’ તો ઊભેલી જ હશે. કહેવાય છે ને કે ‘ઈશ્વર દરેક જગ્યાએ પહોંચી શકતા નથી તેથી તેમણે ‘મા’નું સર્જન કર્યું. જ્યારે આપણે જીવનના બે માર્ગો વચ્ચે અટવાઈ પડીએ ત્યારે આપણને સાચો માર્ગ દેખાડનાર જો કોઈ હોય તો તે ‘મા’ છે.

મ્યુનિચ ખાતે આવેલા હેલ્લાબ્રુન પ્રાણી સંગ્રહાલયની આ તસવીર છે જ્યાં વાનરનું બચ્ચું તેની માતા સાથે રમી રહ્યું છે. એક માતા પોતાના બાળકની શિક્ષક, માર્ગદર્શક અને એક સારી મિત્ર પણ હોય છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts