તારાઓ, એવો ચળકતો પ્રકાશ જે સ્વર્ગને ઉજાગર કરે છે અને અલ્લાહની એવી રચના જે ચંદ્રની આસપાસ હળવે-હળવે ચમકતાં રહે છે તથા તેની અનંત શક્તિ વિશે વિચારવા માનવ મગજને હચમચાવી મૂકે છે. અંધારિયા આકાશમાં તારાઓની સુંદર નૃત્યકલાએ કુદરતનો એવો કાર્યક્રમ છે જેનો કયારેય અંત ન આવે તેવું દરેક નક્ષત્ર નિરીક્ષક ઈચ્છે છે. આપણે પણ બાળપણમાં આપણા પરિવાર સહિત ધાબા પર જઈને ખુલ્લા આકાશ નીચે મીઠી-મધુરી નીંદર માણી છે. આ ઉપરાંત જો ખુલ્લા આકાશ નીચે ટેન્ટમાં રહેવાની એક વખત પણ તક મળે તો તે ચોક્કસપણે ભાગ્યશાળી કહેવાય જ્યાં ઠંડીમાં ધાબળાની અંદર મોઢું નાંખીને સૂઈ જવું પડે ત્યાં તારાઓનું નિરીક્ષણ તો બાજુએ જ રહી જાય. ૧૪ નવેમ્બર, ર૬ જાન્યુઆરી ૧૯૪૮ બાદ ૬૮ વર્ષે સૌથી મોટો અને તેજસ્વી ચંદ્ર દેખાયો. આટલા વર્ષો બાદ આટલો સુંદર ચંદ્ર જોવા મળે તે પણ એક આહલાદક અનુભવ છે.
પ્રથમ તસવીર શહેરોના ઝગમગાટથી દૂર કુદરતનું સાનિધ્ય માણવા આવેલા લોકોને તારાઓ પોતાનો સુંદર કાર્યક્રમ રજૂ કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.
બીજી તસવીરમાં ફ્રાન્સના પાયરેનીસ ખાતે રાત્રે તારાઓથી ભરપૂર આકાશ નીચે લોકો કેમ્પીંગ કરી રહ્યા છે.