ન્યૂઝીલેન્ડ બાંગ્લા સામે આજે જીતના ઈરાદાની સાથે ઊતરશે

આજે ક્રાઈસ્ટચર્ચમાં પ્રથમ વન ડે જંગ ખેલાશે

ક્રાઈસ્ટચર્ચ,તા.૨૫

ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે આવતીકાલથી વન ડે શ્રેણી શરૂ થઈ રહી છે. જે પૈકીની પ્રથમ વન ડે મેચ આવતીકાલે ક્રાઈસ્ટચર્ચમાં રમાશે. ત્રણ વન ડે મેચોની શ્રેણીને લઈને ન્યૂઝીલેન્ડની ટીમ હોટ ફેવરીટ દેખાઈ રહી છે. બંને વચ્ચે ખૂબ જ રોમાંચક સ્પર્ધા જોવા મળી છે. ન્યૂઝીલેન્ડની ટીમનો ઘરઆંગણે દેખાવ છેલ્લા બે વર્ષમાં ખૂબ ધરખમ રહ્યો છે. ૨૭ મેચો પૈકી ૨૧માં તેની જીત થઈ છે પરંતુ બાંગ્લાદેશની ટીમ સામે છેલ્લી શ્રેણીમાં સ્થિતિ જુદી રહી હતી. આ વખતે પ્રવાસી ટીમ રહેમાનની સાથે મેદાનમાં ઉતરી છે જે આઈસીસી ઈમર્જિંગ પ્લેયર ઓફ દ યર તરીકે જાહેર થયો છે. ન્યૂઝીલેન્ડ સામે માર્ચ મહિનામાં વર્લ્ડ ટ્‌વેન્ટી મેચમાં તે રમ્યો હતો. જેમાં રહેમાને પાંચ વિકેટ ઝડપી હતી. નવ મહિનામાં બાંગ્લાદેશની ટીમ તેની ગેરહાજરીમાં વધારે સારો દેખાવ કરી શકી નથી. ન્યૂઝીલેન્ડની ટીમ પણ જીતના માર્ગ ઉપર પરત ફરવા સજ્જ છે. ભારત સામે તેની ૨-૩થી હાર થઈ હતી. જ્યારે ઓસ્ટ્રેલિયા સામે તેની તમામ ત્રણેય વન ડેમાં હાર થઈ હતી છતાં પણ ન્યૂઝીલેન્ડની ટીમમાં ખૂબ ઓછા ફેરફાર કરવામાં આવ્યા છે. ટીમમાં રોન્ચી અને બ્રુમની વાપસી થઈ છે. બ્રુમ વર્ષ ૨૦૧૦ બાદથી પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય વન ડે ક્રિકેટમાં રમી રહ્યો છે. માર્ટીન ગુપ્ટીલ અને વિલિયમ્સન ઉપર મુખ્ય જવાબદારી રહેશે. માર્ટીન ગુપ્ટીલ વર્ષ ૨૦૧૬માં ન્યૂઝીલેન્ડ તરફથી સૌથી વધુ રન કરનાર ખેલાડી તરીકે રહ્યો છે. જ્યારે બાંગ્લાદેશની ટીમ મુખ્ય રીતે રહેમાન ઉપર આધારીત રહેશે. નિલ બ્રુમ ચોથા નંબર ઉપર બેટીંગ કરે તેવી શક્યતા છે જ્યારે રોન્ચી વેટલીંગની જગ્યાએ ટીમમાં સામેલ કરાશે. બાંગ્લાદેશના ખેલાડીઓ સ્પીન બોલીંગને ખૂબ સારી રીતે રમી શકે છે જે જોતા યજમાન ટીમે ઝડપી આક્રમણ ઉપર વધુ ધ્યાન આપ્યું છે. તામીમ ઈકબાલ વન ડે ક્રિકેટમાં છેલ્લા બે વર્ષમાં ૧૦૦૦થી વધુ રન કરી ચુક્યો છે. જેમાં ત્રણ સદી અને છ અડધી સદીનો સમાવેશ થાય છે. તેની સરેરાશ ૪૭ રનની આસપાસની રહી છે. પ્રભાવશાલી બેટીંગ માટે તે જાણીતો રહ્યો છે. મિડલ ઓર્ડરમાં રહીમ જવાબદારી સંભાળી શકે છે. ટીમમાં શબ્બીર રહેમાન, શાકીબ અલ હસન પણ છેલ્લા ઘણા સમયથી રન કરી રહ્યા છે. ન્યૂઝીલેન્ડની ટીમ ઘરઆંગણે પ્રબળ દાવેદાર દેખાઈ રહી છે પરંતુ બાંગ્લાદેશની ટીમ લડાયક રહી છે.  બંને ટીમો નીચે મુજબ છે.

ન્યૂઝીલેન્ડ : માર્ટીન ગુપ્ટીલ, લાથમ, વિલિયમ્સન (કેપ્ટન), બ્રુમ, મુનરો, રોન્ચી, ગ્રેન્ડહોમ, સેન્ટનર, સાઉથી, હેનરી, ફરગુસન અને બોલ્ટ.

બાંગ્લાદેશ : તામીમ ઈકબાલ, ઈમરૂલ, શબ્બીર રહેમાન, રહીમ, સાકીલ અલ હસન, મહેબુબ ઉલ્લા, એમ.હુસૈન, તનબીર હૈદર, મહેંદી હસન, મુરતજા, એમ.રહેમાન, તકસીન અહેમદ.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks