(એજન્સી) વોશિંગ્ટન, તા.ર૬
યુએસ મિસાઈલ ડિફેન્સ એજન્સીએ કહ્યું છે કે જૂન-રરના રોજ યુએસએસના જ્હોન પોલ જોન્સ વેલી જહાજ પર નિષ્ફળ ગયેલ મિસાઈલ ટેસ્ટ પાછળ ભૂલથી ખોટું બટન દબાઈ જવાનું કારણ છે. રીમ-૧૬૧ સ્ટાન્ડર્ડ મિસાઈલ (એસએમ-૩) દ્વારા હવામાં મિસાઈલને અવરોધવા માટેનો ટેસ્ટ નિષ્ફળ ગયો હતો. અહેવાલમાં કહેવાયું છે કે ઉત્તર કોરિયા સાથે તનાવ વચ્ચે ઉત્તર કોરિયાની બેલેસ્ટીક મિસાઈલને હવામાં આંતરી તોડી પાડવા માટે અમેરિકી જહાજો પર લગાવેલ બેલેસ્ટીક મિસાઈલ ટેસ્ટ ટેકનિકલ ભૂલથી નિષ્ફળ ગયો હતો. અમરિકી એરફોર્સના લે.જનરલ અલ-ગ્રીજસે કહ્યું કે તેમ છતાં એસએમ-૩૧૧એ મિસાઈલનો ટેસ્ટ પુનઃ સમિક્ષકો હેઠળ છે. જેના દ્વારા કોરિયાની મિસાઈલોને આંતરી તોડી પાડવાની યોજના છે. મિસાઈલ ટેસ્ટની નિષ્ફળતા માટેના કારણોની તપાસ ચાલે છે. આ ચોથો ટેસ્ટ હતો. ત્યારબાદ બીજું જહાજ તરતંુ મૂકી તેમાં એસએમ-૩૧૧એ જાપાન અને અમેરિકા દ્વારા સંયુક્ત રીતે વિકસાવેલ મિસાઈલ તૈનાત કરી ટેસ્ટ થયો હતો. અગાઉના મહિને અમેરિકા અને દ.કોરિયાએ ઉત્તર કોરિયાના પ્રતિકારરૂપે સરફેસ ટુ સરફેસ મિસાઈલ ટેસ્ટ કર્યો હતો.