ઓબામા રિપ્લેસમેન્ટ બિલ પસાર કરવામાં સેનેટ રિપબ્લિકનો નિષ્ફળ

(એજન્સી) વોશિગ્ટન, તા. ૨૦
ઓબામા રિપ્લેસમેન્ટ બિલ પસાર કરવામાં સેનેટ રિપબ્લિકનો નિષ્ફળ નિવડ્યા છે. અમેરિકન રિપબ્લિકન પાર્ટીએ પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા સરકાર દ્વારા લાવવામાં આવેલા ઓબામા હેલ્થકેર બિલને પાસ કરાવી શકી નથી. હાલમાં અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની પાર્ટી રિપબલ્કિન પાર્ટીની સરકાર છે. સેનેટ મેજોરિટી લીડર મિચે કહ્યું કે મારી પાર્ટી બેટર કેર રિકન્સીલેશન એક્ટને પાસ કરાવી શકવામાં નિષ્ફળ રહી છે. તેમણે કહ્યું કે અમને આ વાતનો ખેદ છે. પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા સરકાર દ્વારા આ બિલને લાવવામાં આવ્યું હતું. રિપબ્લિકન પાર્ટીના બે સાંસદોએ આ બીલને ટેકો ન આપવાની જાહેરાત કરતાં આ બિલને ડ્રોપ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સામાન્ય રીતે આ બિલને પાસ કરવા માટે સંપૂર્ણ બહુમતીની જરૂર પડતી હોય છે જો સંપૂર્ણ બહુમતી હોય તો જ આ બિલ પાસ થઈ શકે છે. પરંતુ બે સાંસદોએ તેનો વિરોધ કરતાં પાર્ટીને આ બીલ પડતું મૂકવાની ફરજ પડી હતી. સેનેટર સહિત ઘણા નેતાઓએ આ બીલ પર વિરોધી સૂર વ્યક્ત કર્યો હતો આ તમામ પાસાઓને ધ્યાનમાં લઈને પાર્ટીને આ બિલ પડતું મૂકવા માટે મજબૂત બની હતી. પૂર્વની ઓબામા સરકાર દ્વારા આ બિલને લાવવામાં આવ્યું હતું. આ બિલનો હેતુ ગરીબો અને વિકંલાગો માટે સારી કક્ષાની આરોગ્યની સુવિધાઓ પૂરી પાડવાનો હતો. ઉલ્લેખનીય છે કે અમેરિકી કોંગ્રેસના ૩૨ સભ્યોએ વિદેશમંત્રી રેક્ષ ટિલરસનને પાઠવેલા પત્રમાં એવું જણાવ્યું કે પેલેસ્ટીની માનવ અધિકાર કાર્યકરોની ઈઝરાયેલી ટ્રાયલ પર તેઓ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. અને આ બાબતનો ઝડપી ન્યાય થવો જોઈએ.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks