ઈઝરાયેલી વસાહતોનો વિરોધ કરતા ઠરાવને આગળ ધપાવવા ઈજિપ્ત ઉપર યુએનએસસી સભ્યોનું દબાણ

(એજન્સી)               બેથલેહેમ, તા.ર૫

ઈઝરાયેલ દ્વારા કૂટનીતિક દબાણના લીધે ઈજિપ્તે વસાહતો વિરૂદ્ધ રજૂ કરાયેલ પ્રસ્તાવને હાલ મોકૂફ રાખવા નિર્ણય લીધો હતો. એના થોડા જ કલાકો પછી યુએનએસસીના ચાર સભ્યોએ ઈજિપ્તને આગળ વધવા ધમકી આપી હતી.

ન્યુઝીલેન્ડ, વેનેઝૂએલા, મલેશિયા અને સિનેગલે પેલેસ્ટીનના સમર્થનથી ઈજિપ્તને આખરીનામું આપી જણાવ્યું કે તમે આ બાબત માટે મતદાન કરવા આગળ વધો છો કે નહીં અને જો તમે આગળ નહીં આવો તો અમે અમારી રીતે ઠરાવ ઉપર મતદાન કરાવીશું. યુએનએસસીના સભ્યોએ ઈજિપ્તને સ્પષ્ટ કહ્યું છે કે જો ર૩મી ડિસેમ્બરે ઈજિપ્ત મતદાન કરવા આગળ નહીં આવશે તો બીજા દેશો આ ઠરાવ રજૂ કરશે અને બને એટલું જલ્દીથી મતદાન કરાવશે. ચાર સભ્યોએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે યુએનએસસીએ ઠરાવ બાબતે મતદાન નથી યોજ્યું એ ખૂબ જ નિરાશાજનક બાબત છે. ઠરાવ દ્વારા માગણી કરવામાં આવી છે કે ઈઝરાયેલે વસાહતી પ્રવૃત્તિઓને સદંતર બંધ કરી દેવી જોઈએ. જે એ પેલેસ્ટીની વિસ્તારોમાં કરી રહ્યો છે. જેમાં પૂર્વ જેરૂસલેમનો પણ સમાવેશ થાય છે. ઈઝરાયેલને પેલેસ્ટીનના કબજે કરાયેલ વિસ્તારોમાં વસાહતો વધારવાનો અથવા કબજે રાખવાનો કોઈ અધિકાર નથી. આંતરરાષ્ટ્રીય કાયદાઓ મુજબ ઈઝરાયેલે કાયદાઓનો ભંગ કરેલ છે. જો કે ઈજિપ્તે હાલમાં પ્રસ્તાવ ઉપર મતદાનને મોકૂફ રખાયો છે. હવે ઈઝરાયેલે અમેરિકાના નવા ચૂંટાયેલ રાષ્ટ્રપતિ ટ્રમ્પને દરમ્યાનગીરી કરવા વિનંતી કરી છે. આવતા બે ત્રણ અઠવાડિયાઓમાં ઠરાવ ઉપર મતદાન થઈ શકે છે. એ શક્યતા ધ્યાનમાં રાખી ઈઝરાયેલે ટ્રમ્પને વિનંતી કરી છે.  ઠરાવ ઉપર મતદાન મોકૂફ રખાયો છે એ બાબત બીજી અટકળો એ પ્રકારની મૂકાઈ રહી છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ઓબામા પણ આ ઠરાવને મંજૂરી મળે એ ઈચ્છા ધરાવે છે. એ માટે એ મતદાનથી અળગો રહેશે. નહીં કે એને અવરોધવા માટે વીટો વાપરશે જેમ અમેરિકાએ આ પહેલા યુએનએસસીની સભામાં વીટો વાપરી આ પ્રકારના ઠરાવોને અટકાવેલ છે. ઓબામાએ આ પહેલા પણ ઈઝરાયેલની વસાહતો મુદ્દે આલોચનાઓ કરી છે. પણ આને અટકાવવા અમેરિકાએ કોઈ નક્કર ઉકેલો સૂચવ્યા નથી. જેથી પેલેસ્ટીન વિસ્તારોમાં ઈઝરાયેલને વસાહતો બાંધવાથી રોકી શકાય. પણ આલોચકો કહે છે કે અમેરિકાના બેવડા ધોરણો છે. એક તરફ ઈઝરાયેલનો વિરોધ કરે છે અને બીજી બાજુ ઈઝરાયેલે વસાહતો બાંધી છે એનો જાહેરમાં વિરોધ કરી ઈઝરાયેલને આંતરરાષ્ટ્રીય કાયદાઓના ભંગ બદલ નથી કોઈ ચતેવણી આપી કે નહીં કોઈ પગલાં લીધા છે. એના બદલે અમેરિકા ઈઝરાયેલને સતત લશ્કરી સહાય કરતો જ રહે છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts