હૃદયસ્પર્શી સજીવ કથાઓ

અહીં જે ચિત્રવાર્તા રજૂ કરવામાં આવી છે તે અનુકંપાની કથા છે, જે દર્શાવે છે કે જીવનમાં મોટી વસ્તુઓ પ્રાપ્ત કરવા માટે કેવી રીતે નાની વસ્તુઓ આપણને પ્રેરિત કરે છે. કરૂણા, સર્જનહારનું એક આગવું લક્ષણ દર્શાવે છે કે ‘‘અન્યોને સારું લગાડવામાં મદદ કરવા માટે પોતાની જાતને સારું લગાડવું પડે તે સૌથી સરળ અને શ્રેષ્ઠ માર્ગ છે.  ‘‘પયગમ્બર હ.મોહમ્મદ સાહેબ (સ.અ.વ.)ની પરંપરાઓ આપણને યાદ અપાવે છે કે અલ્લાહની રચનાના સંરક્ષક તરીકે માનવ જાતને આ ધરતી પર મોકલવામાં આવી છે. પ્રાણીઓ પ્રત્યે દયા દાખવવી એ પણ આપણી અનેક ફરજો પૈકીની એક જવાબદારી છે. પયગમ્બર સાહેબ (સ.અ.વ.)ના શબ્દો અને વર્તણૂંક તે સ્પષ્ટ કરે છે કે અસહાય જીવોના દર્દ અને પીડાનું કારણ બનવું તે ફક્ત સંપૂર્ણ રીતે અસ્વીકાર્ય જ નથી પરંતુ આવી પ્રવૃત્તિઓ માટે આપણે અલ્લાહને પણ જવાબ આપવો પડશે.  માનવી તમામ સજીવોને સન્માન આપે તેવી ઈસ્લામ અપેક્ષા રાખે છે.

માનવીઓનો પ્રાણી-પંખીઓ સાથેનો સંબંધ કે સહજીવન હજારો વર્ષ જૂનો છે. માત્ર આ હરતાફરતા સજીવો નહીં પણ વૃક્ષ અને વનરાઈ જેવા સ્થિર સજીવો સાથેનો તેમનો સંબંધ આજીવન રહે છે. આજના આધુનિક દોરમાં તો પ્રાણીઓ કે પંખીઓ માનવીના પરિવારના સભ્ય બની જતા હોય છે. માનવીઓને એમને પોતાની સાથે રાખતા આવડી ગયું છે તો પશુ-પક્ષીઓને માનવીઓની સાથે રહેતા આવડી ગયું છે. માનવીઓ દગો દેવા માટે જાણીતા છે પણ પશુ-પક્ષીઓ તેને પાળનારને કે સાચવનાર માનવીઓને દગો નથી દેતા બલ્કે તેઓ સુખમાં તો સાથે રહે જ છે પણ આપણી મુશ્કેલીના સમયમાં પણ આપણી સાથે હોય છે. પ્રથમ તસવીર જોતા તે કદાચ રમૂજી લાગે પરંતુ જો વિચારીએ તો કદાચ આ પક્ષીને લેમ્પના પ્રકાશમાં પોતાનું ભવિષ્ય માનવીઓની સાથે રહેતા ઉજ્જવલિત દેખાતું હશે.

બીજી તસવીર કદાચ એવો મૂક સંદેશ આપી જાય છે કે ધરતી પર ફરિશ્તા જેવું વ્યક્તિત્વ  કોઈપણ સ્વરૂપમાં હાજર હોય છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks