
હૈ ખાક-એ ફલસ્તીન પે યહુદી કા અગર હક
હસ્પેનિયા પે હક નહીં ક્યું અહલ-એ-અરબ કા
– અલ્લામા ઈકબાલ
ઝમાના અબ ભી નહીં જીસ કે સૌઝ સે ફારિગ
મેં જાનતા હું વોહ આતિશ તેરે વુજૂદ મેં હૈ
તેરી દવા ના જિનેવા મેં હૈ, ના લંદન મેં
ફરંગ કી રગ-એ-જાન પંજા-એ-યહૂદ મેં હૈ
સુના હૈ મેંને, ગુલામી સે ઉમ્મતોં કી નિજાત
ખુદ કી પરવરિશ-ઓ-લઝઝત-એ-નમૂદ મેં હૈ
જીવનના લગભગ મોટાભાગના પાસાંઓ ધર્મ પર આધારિત છે જ્યારે માનવી પોતાના જીવનના સૌથી સંઘર્ષમય તબક્કામાંથી પસાર થતો હોય ત્યારે તેની પાસે અલ્લાહ પર શ્રદ્ધા રાખવા સિવાય બીજો કોઈ વિકલ્પ હોતો નથી. જ્યારે માનવી અલ્લાહ પાસે દુઆ કરે છે ત્યારે તે દર્શાવે છે કે આપણે આપણા મુશ્કેલ સમયમાં અલ્લાહની કૃપા અને મદદ માંગીએ છીએ તથા આપણે અલ્લાહ પર કેટલા આધારિત છીએ.
આમ તો હાલ મુસ્લિમ વિશ્વના ઘણા બધા દેશો ખૂબ તકલીફમાં છે પરંતુ પેલેસ્ટીન તો દાયકાઓથી ભારે તકલીફમાં છે. ઈઝરાયેલે તેમની ભૂમિ પચાવી પાડીને તેમના પર જે અત્યાચારનો આતંક ગુજાર્યો છે તે દાયકાઓથી યથાવત જારી છે અને સમગ્ર વિશ્વ ગુનાહિત મૌન ધારણ કરીને બેઠું છે.
પ્રથમ તસવીર જેરૂસલેમના ઓલ્ડસિટીમાં આવેલા મુસ્લિમો તથા યહૂદીઓના ધાર્મિક સ્થળની ઈઝરાયેલી સુરક્ષાદળો ધરાર પ્રતિબંધો લાદી રહ્યા હતા તે સમયે પેલેસ્ટીની અકીદતમંદોએ ધાર્મિક સ્થળની બહાર આવેલા પરિસરમાં નમાઝ અદા કરી હતી ત્યારની છે.
બીજી તસવીરમાં મુસ્લિમો માટે ‘નોબલ સેન્કચુરી’ અને યહૂદીઓમાં ‘ટેમ્પલ માઉન્ટ’ તરીકે જાણીતા ધાર્મિક સ્થળના પરિસરની બહાર પણ મોટી સંખ્યામાં પેલેસ્ટીની શ્રદ્ધાળુઓએ નમાઝ અદા કરી હતી તે સમયની આ તસવીર છે.