લોકપાલ પસંદગી સમિતિની બેઠકમાં સામેલ ન થવા અંગે ખડગેએ PMને પત્ર લખ્યો

નવી દિલ્હી, તા.૧૯
કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ એક વાર ફરીથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને લોકપાલ પસંદગી સમિતિની બેઠકમાં સામેલ થવાનો ઈન્કાર કર્યો છે. તેમણે કહ્યુ છે કે આ પેનલમાં શામેલ થવા માટે વિરોધ પક્ષના નેતાનું નામ નક્કી છે. અને કોંગ્રેસ પાર્ટીને વિરોધ પક્ષના નેતાનું પદ આપવામાં આવ્યુ નથી. ખડગેએ કહ્યુ કે ‘લોકપાલ અધિનિયમ ૨૦૧૩’ અંતર્ગત કોંગ્રેસના સભ્યોને દરજ્જો મળ્યા વગર બેઠકમાં જવા માટે કોઈ રસ નથી કેમકે તેમની પાસે કોઈ અધિકાર નહીં હોય. ન તો તેઓ પોતાની કોઈ રાય રાખી શકશે ન તો મતાધિકાર હશે. ઉલ્લેખનીય છે કે લોકસભામાં કોંગ્રેસ વિપક્ષની સૌથી મોટી પાર્ટી જરૂર છે પરંતુ પર્યાપ્ત સાંસદોની સંખ્યા ન હોવાના કારણે તેના કોઈ નેતાને વિરોધ પક્ષના નેતાનું પદ આપવામાં આવ્યુ નથી. આ જ કારણ છે કે પહેલા પણ ઘણી વાર કોંગ્રેસ લોકપાલ સમિતિની બેઠકોનો બહિષ્કાર કરી ચુકી છે. જોકે ૧ માર્ચ અને ૧૦ એપ્રિલે પણ ખડગેએ આ બેઠકમાં શામેલ થવાનો ઈન્કાર કર્યો હતો. પ્રધાનમંત્રીને લખેલી પત્રમાં તેમણે સ્પષ્ટ કર્યુ છે કે આ આમંત્રણનો અર્થ એ છે કે તેમના જૂના પત્રો પર કોઈએ ધ્યાન નહીં આપ્યુ હોય.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks