
ઉત્તરી એટલાન્ટિકના સમુદ્રી પક્ષી પફીનના મોઢામાં રહેલી કેટલીક નાનકડી માછલીઓ જોઈને કદાચ અમેરિકાના જ પાટલા ઘો જેવા સરિસૃપ ઈગ્વાનાને ઈર્ષ્યા થાય છે અને આઈર્ષ્યાના કારણે તેનો રંગ પણ લીલો થઈ ગયાનું જણાય છે.
પ્રથમ તસવીરમાં મોઢામાં અનેક નાનકડી માછલીઓ સાથે એટલાન્ટિક પક્ષી પફીનને જોઈ શકાય છે. પફીને ઝડપેલી ટચૂકડી માછલીઓનો અસબાબ તેના ચહેરા પર જોઈ શકાય છે.
બીજી તસવીરમાં તસવીરકારે અમેરિકાની ખાડી પાસે આવેલા ખેતરમાં ઈગ્વાનાની આ ઠસ્સેદાર તસવીર લીધી હતી. આ તસવીર જોતા એવું લાગે કે જાણે તેને પણ ફોટો પડાવવા માટે તાલાવેલી હોય.
Facebook
0
Twitter
0