Tasveer Today

પ્રથમ નજરે પ્રેમ

 

જ્યારે પ્રથમ નજરે કોઈની પ્રત્યે આકર્ષણ થાય તો તેને પહેલી નજરનો પ્રેમ કહેવાય પરંતુ છેલ્લી બે તસવીરોને આ વાક્ય લાગુ પડતું નથી. તેને આપણે પહેલી નજરની લડાઈ કહી શકીએ.
ઘાસના મેદાનો ઉપર સૂર્યનો ઉદય થયો ત્યારે પુષ્પના બચેલા ભાગ ઉપર આ બન્ને મોહક જંતુઓ એકબીજાની સામસામે બેઠા હતા ત્યારે દુર્લભ ક્ષણે આ તસવીર લેવામાં આવી હતી. નાના કીટકોની આ પ્રકારની તસવીર જવલ્લે જ જોવા મળે. સૂક્ષ્મજીવોની આવી સૂક્ષ્મ ‘ડિટેઈલ’વાળી તસવીરને માણવી પણ એક લ્હાવો છે.
બીજી તસવીરમાં ચિત્તાઓ વચ્ચે સૌથી સામાન્ય સંલગ્ન વર્તણૂક જોવા મળે છે. તેઓ સામાન્ય રીતે એકબીજા સાથે પોતાના માથા ઘસતા રહે છે અને એકબીજાને વ્હાલથી ચાટતા રહેતા હોય છે. હિંસકતાનું પ્રતીક ગણી શકાય એવા પ્રાણીઓ વચ્ચે પણ પ્રેમની કેવી ઉષ્મા હોય છે તે જોઈ શકાય છે.