કુર્આનમાં રંગો

વુજૂદ-એ-ઝન સે હૈ, તસવીર-એ-કાએનાત મેં રંગ ઈસી કે સાઝ સે હૈ, ઝિંદગી કા સૌઝ-એ-દારૂન

માનવ જીવનના વિવિધ પાસા તથા મૃત્યુ બાદના જીવન અંગેના મુદ્દાઓ, વિષયો અને વિચારો આપણને કુર્આનમાં ખૂબ જ વ્યવહાર દક્ષ અને અલંકારિક ભાષામાં મળે છે. કુર્આનમાં બે પ્રકારના રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રંગોનો કાંતો સ્પષ્ટ રીતે (સફેદ, કાળો, લાલ અને લીલો) અથવા ગર્ભિતરૂપે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આયાતના શબ્દોમાં (દિવસ અને રાત, અંધારૂં, પ્રકાશ, આગ) પ્રતિકાત્મક રીતે પણ યાદ કરવાની સાથે આપણે રંગોનું અનુમાન લગાવી શકીએ છીએ, કુર્આનમાં રંગો સાંકેતિક સૂચિતાર્થ, રસલક્ષી અથવા નૈતિક હેતુ ધરાવે છે અને કુર્આનમાં રંગોનો ઉપયોગ આ તમામના અર્થો ખૂબ જ ગહન છે. આયાતમાં જે રંગોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે કામુક અને નૈતિક હેતુ બંનેમાં બહુમુખી ભૂમિકા ભજવે છે.
અલ્લાહ વાદળમાંથી વરસાદ વરસાવે છે અને તેનું ફળ વિવિધ સ્વરૂપે આપણને મળે છે. પર્વતો પર સફેદ અને લાલ તથા અમુક હદે કાળા રંગની રેખાઓ જોવા મળે છે. તેવી જ રીતે ધરતી પર રહેલા મનુષ્યો, પશુ-પંખીઓ અલગ-અલગ રંગો ધરાવે છે. અલ્લાહનો તે જ સેવકને તેમનો ભય હોય છે જે જ્ઞાન ધરાવે છે. (કુર્આન બોધ).
પ્રથમ તસવીરમાં કાળા બેકગ્રાઉન્ડની આગળ મૂકેલી નારંગી પોતાના રંગને કારણે વિશેષ રીતે ઉભરી રહી છે.
બીજી તસવીરમાં અમેરિકાના અવકાશયાત્રી પેગી એ. વ્હાઈટ્‌સના આદેશથી વિલિયમ સી. વર્કિગર-૩એ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પરથી સૂર્યની આ અદ્‌ભુત તસવીર લીધી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks