
ચોક્કસપણે પ્રસ્તુત બંને તસવીરો વચ્ચે કોઈ સંબંધ નથી પરંતુ બંને તસવીરોમાં રહેલી વ્યગ્રતા, આંખોનો રંગ અને ચમક એકસમાન છે જે આ તસવીરોનું મુખ્ય આકર્ષણ છે.
ફ્રેન્ચ ફોટોગ્રાફર રેહાહ્ને રાજસ્થાનના લોકોના વિવિધ રંગોને કેમેરામાં કેદ કરવા ભારતમાં દસ દિવસ ગાળ્યા હતા. તેમણે તસવીરોમાં વધુમાં વધુ પ્રાકૃતિક દૃશ્યોને કેદ કરવાનો પ્રયાસ કર્યો હતો. સોશિયલ મીડિયા પર રેહાહ્નના લાખો ચાહકો છે અને વિશ્વના ખૂણે ખૂણેથી લોકો તેમની તસવીરોની પ્રશંસા કરે છે. અહીં પશુ અને માનવીની પ્રભાવિત કરતી બે તસવીરો રજૂ કરવામાં આવી છે પરંતુ કદાચ આ બંને તસવીરોમાં સૌથી મોહક તત્ત્વ ‘વીંધી’ નાખે તેવી આંખો છે.
નવા સ્થળો પર જવા અંગે ફોટોગ્રાફર રેહાહ્ન માટે સૌથી રસપ્રદ બાબત ત્યાંના લોકો હતા. ભારતમાં ‘રાજાઓની ભૂમિ’ તરીકે જાણીતા રાજસ્થાનની યાત્રા પર તેઓ વિવિધરંગી સ્થાનિકોથી આકર્ષિત થયા હતા અને તેમાં પણ તેઓ સૌથી વધુ મોહિત આ ‘સુંદર નયનો’થી થયા હતા. કોસ્ટા રિકાના સાન રાફેલ દે હેરેદિયા ખાતે આવેલ પશુબચાવ કેન્દ્ર ખાતે બચાવવામાં આવેલી એક બિલાડીની તસવીર અહીં રજૂ કરવામાં આવી છે. ચોક્કસપણે એવું કહી શકાય કે આ તસવીરમાં સૌથી મોહક તત્ત્વ ‘બિલાડીની સુંદર આંખો’ છે.
રેહાહ્નના મતાનુસાર ભારત વિશ્વનો સૌથી રંગબેરંગી દેશ છે. તેમનું માનવું છે કે દરેક વ્યક્તિ સંભવિત મોડેલ છે અને અહીંની પૃષ્ઠભૂમિ અદ્ભૂત છે. તેઓ જ્યારે પર પોતાના દેશ પરત ફરે છે ત્યારે તેમને લાગે છે કે તેઓ હજુ પણ એ તમામ તસવીરો લઈ શક્યા નથી જે તેઓ લેવા ઈચ્છતા હતા.