સીરિયા : કાટમાળમાંથી જિંદગી શોધતા રેસ્ક્યુ વર્કર પણ રડી પડે છે

(એજન્સી)                                                ઈદલિબ, તા.૪

ઇન્ટરનેશનલ ડેસ્કઃ સીરિયામાં લાંબા સમયથી ગૃહયુદ્ધ જેવી સ્થિતિ સર્જાયેલી છે.  સીરિયાના પ્રમુખ બશર અલ અસદ અને વિદ્રોહીઓ વચ્ચે છેલ્લા પાંચ વર્ષથી ઘર્ષણ ચાલી રહ્યું છે. રશિયાએ સીરિયાના પ્રમુખ બશર અલ અસદને સમર્થન આપ્યું છે અને રશિયન સૈન્ય સીરિયામાં વિદ્રોહીઓ પર હવાઇ હુમલા કરે છે. રશિયા દ્વારા ઇદલિબ શહેર પર હવાઇ હુમલામાં કરવામાં આવ્યા હતા. આ હુમલામાં કેટલાંય નાગરિકોના મોત થયા હતા. બાળકો પણ આ હુમલાનો ભોગ બની રહ્યા છે. આ હુમલામાં કેટલાંય બિલ્ડિંગોને ભારે નુકસાન પહોંચ્યું હતું. અહીં રેસ્ક્યૂ કરતાં વર્કર્સે લગભગ બે કલાક જેટલી મહેનત કરી એક કાટમાળ નીચે દટાયેલી નવજાત બાળકીને કાઢી હતી. શરૂઆતમાં રેક્સ્યૂ વર્કર્સને લાગ્યું કે, બાળકી મૃત્યુ પામી હશે, પણ અચાનક જ બાળકીએ રડવાનું શરૂ કરતાં રેસ્ક્યૂ વર્કર તેને ભેટી પડ્યો અને રડવા લાગ્યો હતો.

ડોક્ટર્સ વિધાઉટ બોર્ડર્સ અનુસાર, પૂર્વ અલેપ્પોમાં રશિયા બોમ્બની વર્ષા કરી રહ્યું છે. આ વિસ્તારમાં લગભગ લાખ જેટલા બાળકો ફસાયેલા છે.   રશિયા દ્વારા જે હુમલા કરવામાં આવી રહ્યા છે તેમાં લગભગ ૨૦૦૦૦ નાગરિકોને ઇજા પહોંચી છે. રશિયા અને અમેરિકા વચ્ચે સીઝફાયરની સમજૂતી રદ્દ થવાને કારણે સીરિયામાં આ સ્થિતિ સર્જાઇ છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts