એક કેરિકેચરિસ્ટે પોતાની પેન દ્વારા કેટલીક રેખાઓ તાણી અને પીંછીના લસરકા વડે જે રેખા કૃતિ દોરી તેનાથી સીરિયા તેમજ અન્ય દેશોમાં રમઝાન માસ દરમ્યાન પણ પીડા ભોગવી રહેલા મુસ્લિમોના દુઃખોને આબાદ રીતે અંકિત કરી દીધા છે. ઈફતારની જાતજાતની વાનગીઓથી છલકાતી થાળી કદાચ બોંબ જેટલી જ વિઘાતક બની શકે કે જે રોઝાના મુખ્ય હેતુને મારી નાંખે છે. પણ કેટલાક લોકોને માટે એનાથી કોઈ ફેર પડતો નથી. તેમના માટે રોઝા રાખવા કરતા ઈફતારનું મહત્ત્વ વધુ હોય છે.
પ્રથમ કાર્ટૂન જિહાદ અવ્રતાનીએ ‘‘સીરિયામાં રમઝાન’’ના શિર્ષક હેઠળ રચ્યું છે. જે સીરિયાવાસીઓની કઠણાઈને આબાદ વર્ણવી જાય છે.
જ્યારે બીજી તસવીર બાંગ્લાદેશના પાટનગર ઢાકા ખાતે આવેલા ચોક બજાર ખાતે વેચાતી પરંપરાગત ઈફતારની વાનગીઓની છે જેને ખરીદવા માટે લોકો ટોળે વળ્યા છે.
Facebook
0
Twitter
0