રાઉન્ડ અપ રમઝાન ઈફતારીનો ઈન્તેઝાર

માહે રમઝાન ખૂબ ઝડપથી આગળ વધી રહ્યો હોય એવું પ્રતીત થઈ રહ્યું છે. પહેલો અશરહ તો ક્યારનોય પૂરો થઈ ગયો અને બીજો અશરહ પણ પૂરો થવામાં દિવસોને પૂરા થવામાં વાર નથી લગતી પણ આપણે આ દરમ્યાન શું મેળવ્યું એનો હિસાબ મેળવવો જરૂરી છે. રમઝાન એ એક આધ્યાત્મિક મેરેથોન દોડ છે અને આત્મ સુધારણા, આત્મ નિયંત્રણ, શિસ્ત અને સદાચાર જેવા ધ્યેયોને પ્રાપ્ત કરવાના છે. રમઝાનની શરૂઆતમાં તો ઘણા ખૂબ ઉત્સાહી હોય છે પરંતુ અધવચ્ચે અને રમઝાન માસના અંતે તેઓમાં શરૂઆતનો ઉત્સાહ ઓછો થતો જાય છે  અને કેટલાક તો ટકી રહેવા માટે સંઘર્ષ કરતા જોવા મળે છે. પરંતુ ચાલો આપણે સૌ મળીને આપણા જુસ્સાને બુલંદ બનાવીએ અને આધ્યાત્મિકતાની આ મેરેથોનને જીતવાનો પ્રયાસ કરીએ. માહે રમઝાનમાં સેહરી અને  ઈફતારીમાં શું ખાવું એના કરતા સેહરી અને ઈફતારી વચ્ચેના આધ્યાત્મિક ગાળામાં શું પ્રાપ્ત  કર્યું એની ચિંતા વધારે કરીએ.

પ્રથમ તસવીર પાકિસ્તાનના કરાચી શહેરની છે જ્યાં કેટલાક શખ્સો બસના છાપરા પર બેસીને ઈફતારી માટેની તૈયારી કરી રહ્યા છે. જ્યારે બીજી તસવીર દિલ્હીની જામા મસ્જિદમાં ઈફતારીના ઈન્તેઝારમાં રહેલી મુસ્લિમ બાનુઓ કુર્આન પઢી રહી છે ત્યારે એક નાની  બાળા આરામ કરી રહી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks