રાઉન્ડ અપ રમઝાન

માહે રમઝાનનો પ્રારંભ થઈ ચૂક્યો છે. વિશ્વભરમાં પથરાયેલા મુસ્લિમો રમઝાનમય બની રહ્યા છે પણ કમનસીબીની વાત એ છે કે ખુદ મુસ્લિમ રાષ્ટ્રોમાં જ આ મુબારક મહિના દરમ્યાન પણ શાંતિ નથી. કેટલીક વખત ભડકાઉ ઉપદેશો ધૂમાડાનું કારણ બને છે, ક્યારેક રાજકીય ઉથલ-પાથલ પણ ભારે ધૂમાડો સર્જી દે છે તો ક્યારેક તોપના નાળચા વિજયની ઉજવણી માટે ફાયર કરે છે ત્યારે તેમાંથી પણ ધૂમાડો નીકળે છે. સીરિયા અને યમનમાં મોતનો ધૂમાડો આ રમઝાન દરમ્યાન કદાચ શમી જાય એવી આશા જન્મી છે.  પરંતુ પેલેસ્ટીનમાં એવું લાગે છે કે આ રમઝાન પણ ધૂમાડામાં જ જશે. જો કે પેલેસ્ટીનવાસીઓના જુસ્સા અને આસ્થાને સલામ કરવી ઘટે કે આટલા વિષમ વાતાવરણ અને હિંસાના ધૂમાડા વચ્ચે પણ તેઓ રમઝાનની ઉજવણી અવિરતપણે કરી રહ્યા છે.

પ્રથમ તસવીર ઈજિપ્તના કૈરો શહેરમાં આવેલી અલ-અઝહર મસ્જિદની છે જ્યાં મૌલાના પવિત્ર રમઝાન માસના પ્રથમ દિવસે ધાર્મિક પ્રવચન આપી રહ્યા છે.

બીજી તસવીર ઈઝરાયેલના કબજા હેઠળના વેસ્ટ બેન્કની છે જ્યાં ઉત્તરીય રામલ્લાહમાં આવેલા નબી સાલેહ ગામ ખાતે દેખાવો કરી રહેલા પેલેસ્ટીની નાગરિકો પર ઈઝરાયેલી દળોએ છોડેલા ટિયરગેસના ડબ્બાઓને ઊંચકીને ફરી ઈઝરાયેલી સૈનિકો તરફ જ ગોફણ દ્વારા ફેંકી રહેલો  એક પેલેસ્ટીની યુવાન નજરે પડી રહ્યો છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks