RSS વ્યસ્ત છે, બાળકોના મોટા પાયે ધર્માંતરણમાં કોબ્રાપોસ્ટની તપાસમાં બહાર આવેલી વિગતો

ઓપરેશન શુદ્ધિકરણ

ધર્મપરિવર્તન – સઈદ મસરુર હસન

(સહાયક તંત્રી કોબ્રા પોસ્ટ)

કોબ્રાપોસ્ટે પોતાની આગવી શોધખોળમાં એવું જણાવાયું છે કે, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘએ આસામથી લાવવામાં આવેલ ૩૧ ગરીબ અને આદિવાસી સગીર બાળાઓને શિક્ષણના નામે લાવી તેમનું ધર્મપરિવર્તન કરાવ્યું છે. ધર્મ પરિવર્તનની આ રમત દાયકાઓથી પૂરબહારમાં ચાલે છે. આ બાળાઓ ગયા વર્ષે ૧૧ જૂને દિલ્હી લાવવામાં આવી અને તેમને ગુજરાત તેમજ પંજાબની શાળાઓમાં મોકલવામાં આવી. ગરીબ સમુદાયોની લાવવામાં આવેલી બાળાઓના ધર્માંતરણ માટે શિક્ષણ તે પ્રથમ ભાગ છે. નાની વયે જ તેમને ચુસ્ત શુદ્ધ હિંદુ બનાવાય છે. આ કાર્ય કરતાં સંસાધનો આરએસએસ અને તેના સંબંધિત સંગઠનોની દેખરેખમાં ચાલે છે. આ વિગતો તો શરૂઆતની તપાસની અને છેક ઊંડે ઉતરીએ તો ખબર પડે કે વાસ્તવિકતા શું છે?

૧૧ જૂન, ર૦૧પના રોજ પૂર્વોત્તર સંપર્ક જાતિની ૩૧ કન્યાઓને દિલ્હીના રેલવે સ્ટેશન પર ક્યાંક અન્યત્ર લઈ જવા લાવવામાં આવી હતી. પોલીસને આ બાબત જાણવા મળે છે અને તે સગીર બાળાઓને પોતાની અટકાયતમાં લે છે. આ બાળાઓને બે મહિલાઓ કોરબી અને સંધ્યા, આસામથી લાવી હતી. આ બંને મહિલાએ આસામના આરએસએસના સામાજિક સંગઠન સેવાભારતી માટે કાર્ય કરતી હતી. પોલીસ હજુ સુધી આ કિસ્સાની તપાસ જ કરતી હતી ત્યારે આશરે ર૦૦ લોકોનું ટોળું નવી દિલ્હીના રેલવે સ્ટેશન પર દોડી આવે છે અને પોલીસ ઉતાવળમાં ગુજરાતથી આ છોકરીઓને લઈ જવા આવેલા કોઈ રમણિક નામના શખ્સને સોંપી દે છે, ત્યાંથી કેટલીક બાળાઓને ગુજરાતના હળવદ અને કેટલીકને પંજાબના પટિયાલા શહેર લઈ જવામાં આવે છે. આ ઘટનાને મીડિયામાં કોઈ સ્થાન નથી મળ્યું. આખરે આ છોકરીઓ ૮થી ૧૪ વર્ષ વચ્ચેની ઉંમર, કોણ હતી ? ક્યાંથી આવી હતી ? શા માટે લાવવામાં આવેલી ? તે બાબતે તત્કાળ જાણવા ન મળી. કોબ્રાપોસ્ટે એક ટીમ બનાવી તપાસ શરૂ કરાવી તો જે જાણવા મળ્યું તે ખરેખર ચોંકાવનારું છે.
ખરેખર રાષ્ટ્ર સેવાના નામે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ આ માસૂમ બાળકોને હિંદુ બનાવી તેમને એક હિંદુ મિશનરી સ્વરૂપે કાર્ય કરવા તૈયાર કરે છે. ૧૯૯૬થી બાળકોના અધિકારો માટે લડતી એનજીઓ ચાઇલ્ડ લાઈન ઈન્ડિયા ફાઉન્ડેશને આ માહિતી અગાઉથી આપેલી તપાસ દરમ્યાન કોબ્રાપોસ્ટે દિલ્હી, ગુજરાત, પંજાબ અને આસામની મુલાકાત લીધી. એનજીઓના ચેરમેન સુષમા વિજ, દિલીપભાઈ (કેરટેકર-શ્રીસ્વામી નારાયણ મંદિર સેવાશ્રમ-દિલ્હી), રમણિકભાઈ (હળવદ-ગુજરાત), બીના અને સંધ્યા (પટિયાલા)ની મુલાકાત લીધી. તપાસમાં સ્પષ્ટ હકીકતો બહાર આવી છે. હળવદના સરસ્વતી શિશુમંદિર માટે રમણિકભાઈ ર૦ બાળાઓને લઈ ગયા. બાકીની ૧૧ને પટિયાલા લઈ જવાઈ. માતા ગુજારી કન્યા છાત્રાવાસના કેરટેકર બીજાને સોંપવામાં આવી. આસામમાં આવી કન્યાઓના માતા-પિતાને સંઘ કાર્યકરો લાલચ આપે છે, નાણા આપે છે અને જણાવે છે કે, કન્યા અમને સોંપી દો. અમે નિઃશુલ્ક શિક્ષણ વગેરે બધી જ સવલતો પૂરી પાડીશું.
સ્ટેશન પર ૩૧ બાળાઓને કસ્ટડીમાં લીધા બાદ પોલીસે તેમને ચાઇલ્ડ વેલફેર કમિટી-મયૂર વિહાર – નવી દિલ્હીને સોંપવાની જરૂર હતી, પણ પોલીસે તેવું ન કર્યું. આસામથી આ કન્યાઓને લાવનાર કોરબી અને સંધ્યા પાસે માતા-પિતાના સ્વીકૃતિપત્ર પણ ન હતા, છતાં પોલીસે ખાસ નોંધ ન લીધી. આમ, મફત શિક્ષણ વગેરેના પ્રલોભન આપી લાવવામાં આવેલી બાળાઓને શિક્ષણ, તાલીમ, ધર્માંતરણ દ્વારા ચુસ્ત, શુદ્ધ કાર્યકર બનાવી હિંદુત્વ ફેલાવવા ફરી આસામ મોકલવાની હતી. આ આખી પ્રવૃત્તિ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ જ કરે છે. તેના બે એકમ સેવા ભારતી અને વિદ્યા ભારતી પ્રમુખ છે.
આ સમગ્ર રમતમાં સેવા ભારતી દેશના અલગ અલગ ભાગથી પોતાના કાર્યકરોના માધ્યમથી ગરીબ ખ્રિસ્તી, આદિવાસી પરિવારને નિશાન બનાવી તેમના બાળકોને વિદ્યા ભારતી દ્વારા સંચાલિત શાળા અને છાત્રાવાસમાં પહોંચાડે છે.
આવી રમતના કોઈ નિયમો ન હોય. સંઘના કાર્યકરો તમામ નીતિ-નિયમ બાજુએ મૂકી દે છે. ખરેખર તો એક રાજ્યના બાળકો બીજા રાજ્યમાં આ રીતે લઈ જવાય, ત્યારે ચાઇલ્ડ કેર સંસ્થામાં નોંધણી થવી જોઈએ. પરવાનગી મેળવી લેવાની હોય.
ધર્મ પરિવર્તનની આ રમત લાંબા સમયથી ચાલી રહી છે. રમણિકભાઈ અનેક દાયકાઓથી આ કામના કર્તાહર્તા છે, જ્યારે કન્યાઓના માતા-પિતાને શોધવાનો પ્રયાસ થયો ત્યારે કેટલાક ભયના માર્યા સામે ન આવ્યા, જે બોલ્યા તેમણે સંઘના સંગઠનો અને લાલચ-પ્રલોભનો તેમજ નાણા આપ્યાની વાત કરી. આ બાળકોને ફક્ત ‘બોડો’ ભાષા જ આવડે છે. તેઓ નામ પણ કહી શકતા નથી. કેટલાકના પરિવારમાં માતા છે, કેટલાકના પરિવારમાં પિતા પૂછપરછમાં જાણવા મળ્યું કે, “જબ વો વાપસ જાયેગી તબ ક્યા કરેંગી, યા તો ઈધર હી સેટલ કરે, યહીં શાદી કરા દો, લિખ દોલિખ કે બતાવો મેરે કો… બોલતે નહીં અઢારકે બાદ હમ તો દે દેંગે…” ટૂંકમાં, લોકો ભાષીઓને ધર્માંતરણ માટે લાવવામાં આવે છે.
સુષમા વિજ સાથેની વાતચીતની વિગતો મુજબ તેમને અંધારામાં રાખીને જ આ પ્રવૃત્તિ થઈ રહી છે. તેમની પાસે વિગત નથી. મંજૂરી પણ નથી. ક્યાંથી છોકરીઓ આવી ? ક્યાં જશે ? શા માટે લાવવામાં આવી? કોણ લાવ્યું ? વગેરે અનેક પ્રશ્નોના જવાબો તેમની પાસે નથી. પોલીસ પાસે પણ વિગતો નથી. જે જોયું તેના પરથી અંદાજ લગાવાય છે. સીડબ્લ્યુસીના ચેરમેન અને ચારેય સભ્યો ઈચ્છે છે કે બાળાઓને પાછી આસામ મોકલવામાં આવે.
ધીમે ધીમે અમને મળતી ચોંકાવનારી માહિતીએ વધુ શોધખોળ કરવા ખોદકામ કરવા ફરજ પાડી છે. અત્યાર સુધીમાં અમને એટલી તો જાણ થઈ ગઈ છે કે આ પ્રકરણમાં ધારવા કરતા કે નજરે પડે છે તે કરતા કંઈક મોટી બાબત છે અને અમે તપાસ વ્યાપક બનાવી જાણવા મળ્યું કે ગુજરાત અને પંજાબ એક જ દિવસે છોકરીઓને નથી મોકલવામાં આવી. દિલ્હીના આશ્રમમાં રાત્રિ ઉતારો હતો. દિલ્હીના પ્રસિદ્ધ સ્મશાન નિગમ બૌદ્ધ ઘાટની પણ મુલાકાત લીધી. અનેક વખત ત્યાં ગયા. ચારેય બાજુ જોયું. છેવટે સ્વામી નારાયણ મંદિરમાં પત્તો મળ્યો, મજનૂ કા ટીબા પાસે, ત્યાં અમને ઈનચાર્જ દિલીપભાઈ મળ્યા. એનજીઓ સાથે સંબંધ ધરાવતા હોય તેવું જણાયું. તેઓ હિંદુ જાતિ અને હિંદુત્વ માટે કાર્યરત હતા, તેવું જણાયું. તેઓ આસામથી લવાયેલી છોકરીઓ માટેનો ખર્ચ પણ કોઈની પાસેથી મેળવવાની ફિરાકમાં હતા.
દિલીપભાઈ સાથે વાત કરવામાં થોડો સમય લાગ્યો. તેમને વાતચીત શરૂ કરી અને અમને ઘણું જાણવા મળ્યું. “ત્રીસ લડકિયાં આઈ થી… આસામ સે… જે તેમના આશ્રમમાં એક દિવસ રોકાણી હતી. સીધા સ્ટેશનેથી જ છોકરીઓ અહીં લાવવામાં આવેલી. દિલીપભાઈએ બીજી વાર પણ કહેલું કે, “હાં… હાં… વે યહાં થી…” બીજા દિવસે ભોજન બાદ સવારે તેમને ગુજરાત લઈ જવાઈ… તેમને સ્ટેશન પર શું થયેલું તેની પણ જાણ કરી હતી. “આસામ સે જો લડકિયાં આઈ થી, પોલીસને ઉન્હેં ઘેર લિયા થા.” ત્યાર બાદ તેમણે એ પણ જણાવેલું કે, ગુજરાતથી આવેલા “રમણિકભાઈ”ને આ છોકરીઓ સોંપવામાં આવેલી.
દિલીપભાઈના જણાવ્યા મુજબ રમણિકભાઈ ગરીબ છોકરીઓને ઉપર લાવે છે. ખાસ કરીને જે અનાથ હોય તેમને શિક્ષણ વગેરે તમામ સવલતો આપવામાં આવે છે પણ ખરેખર જે હેતુ હતો તે ફક્ત સમાજની સેવાનો ન હતો. આદિવાસીઓના ઉત્થાન માટે જ રમણિકભાઈ કામ કરે છે. ગરીબ, અનાથ છોકરીઓને શિક્ષણ વગેરે આપી તેમના લગ્ન પણ કરાવી આપે છે, તેવું કહેવાયું. તમામ ખર્ચ ગુજરાતમાં કેટલાક લોકો ભોગવે છે. વ્યવસ્થિત એક ટ્રસ્ટ છે, જે આવા કાર્યો કરે છે. છોકરીઓ પાછી પણ મોકલવામાં આવે છે અને કેટલીક અહીં જ સ્થાયી થઈ જાય છે. દિલીપભાઈએ આ સમગ્ર પ્રક્રિયાને હિંદુ ધર્મના શબ્દોમાં “શુદ્ધિકરણ” જણાવી. આ તમામ છોકરીઓને વિધિવત્‌ રીતે ધાર્મિકવિધિ કરી તેમનું શુદ્ધિકરણ કરી હિંદુ બનાવાઈ. આદિવાસી લોકોને શિક્ષણ જ ચુસ્ત, કટ્ટર હિંદુત્વનું જ આપવામાં આવે છે. ભૂતકાળમાં પાદરી ઓસ્ટ્રેલિયાના ગ્રાહમ સ્ટેઈન અને તેમના બે પુત્રોની હત્યા યાદ કરો. તેમના પર બજરંગદળના સામેલ ઓરિસાના દારા ઠગ અને આવા લોકોએ જ હુમલો કર્યો હતો અને રહેંસી નાખ્યા હતા. આ ઘટના ર૩ જાન્યુઆરી, ૧૯૯૯માં બની હતી. આ વરસે પણ ર૩મી જાન્યુઆરીએ નન પર બળાત્કારનો બનાવ મધ્ય પ્રદેશના ઝાબુઆમાં બન્યો હતો. આરએસએસનું આ એક આગવું શસ્ત્ર છે, જે મારફતે હિંદુ ધર્મમાં વધુ ને વધુ લોકોને સમાવાય છે.
દિલીપભાઈએ રમણિકભાઈનો સુરેન્દ્રનગરમાં સંપર્ક કર્યો અને વિગતવાર સંગઠનની માહિતી જાણીને આપી.
ત્યાર બાદ અમારો નવો લક્ષ્ય હળવદમાં શું થાય છે તે જાણવાનો હતો. રમણિકભાઈ ત્યાં આશ્રમ ચલાવે છે. શાળા પણ છે, સરસ્વતી શિશુમંદિર. તેના પર માતૃભૂમિ ભારત સંબંધી ચિત્રો દિવાલો પર બનાવાયા છે. કેસરિયો ધ્વજ ત્યાં લહેરાય પણ છે. ત્યાં જવાથી સમગ્ર હકીકત સમજી શકાય છે.
હળવદના આશ્રમમાં અમે મહિલા કેરટેકર વર્ષા ગવાન્ડેને મળ્યા. તેણે દિલ્હીમાં શું બન્યું તે જણાવ્યું. “દો દિન પરેશાન હો ગયે થે. પોલીસવાલોને બહુત પરેશાન કિયા થા.” અમારા એક રિપોર્ટરને આદિવાસી કન્યાઓના વર્ગખંડમાં પણ લઈ જવાયો. અમે છોકરીઓ સાથે તેમની ભાષામાં વાત કરવી હતી, પણ તેઓ માતા-પિતાના નામ પણ જાણતી ન હતી. વિગતો તો ક્યાંથી આપે. તેમની બોડી લૅંગ્વેજથી ખાસ કંઈ જાણી શકાય તેમ ન હતું. હાલ હળવદના આશ્રમમાં ૧૦૦ જેટલા બાળકોએ આસરો લીધો છે. આ તેમના માટે શેલ્ટર હોય છે.
વર્ષાએ ગેરકાયદેસર રીતે થતી આવી માનવ તસ્કરીની વિગતો આપી હતી. આસામમાં ગૌહાટીમાં કોરબી નામની આરએસએસની પ્રચારિકા મારફતે આ વૃત્તિ થાય છે. “મૈં દિલ્હી ગઈ થી, આસામ નહીં, આસામથી કોરબી દીદી આઈ થી, ઉન્હોંને દિલ્હી આને કે લિયે કહા થા. મુઝૈ આસામ નહીં જાના થા.” વર્ષાએ જણાવેલું કે ૧૦૦ બાળકો આશ્રમમાં છે, ર૦ આસામના, ૧પ સુરેન્દ્રનગરના. ઘનશ્યામભાઈ અને રમણિકભાઈ ટ્રસ્ટી છે. હું મારા પતિ સાથે અહીં જ રહું છું. વર્ષાએ જણાવેલું કે પોલીસે ખૂબ જ હેરાનગતિ ઉભી કરી હતી.
વર્ષાએ ઘનશ્યામભાઈની પણ મુલાકાત કરાવી હતી. તેઓ આસામથી છોકરીઓ આવી ત્યારે ભુજમાં હતા. તેથી કોઈને મળ્યા નથી. તે વખતે રમણિકભાઈ પણ મળ્યા અને જણાવ્યું કે અમે બાળકો માટે નર્સરી-શાળા ચલાવીએ છીએ. આ વિસ્તારમાં છ-સાત શેઠિયાઓ આવી શાળાઓ ચલાવે છે.
આમ, આરએસએસની સેવા ભારતી નામની સંસ્થાના કામોમાં મદદકર્તા બિઝનેસમેનો પણ છે. હકીકતમાં છેલ્લા ર૦ વર્ષથી આવા કામોમાં આ સહુ સંલગ્ન છે.
હકીકતમાં રમણિકભાઈએ જણાવેલું કે, તેમને જ્યારે છોકરીઓ સોંપવાની વાત થઈ, તે વખતે તે ત્યાં હાજર હતા. “બીસ સાલ સે કામ કર રહા હૈં, તો અભી બીસ-પંદ્રહ લડકિયા હમારે યહાં સેવા ભારતી મેં નહીં રખા. દિલ્હી ગયે થે…” મને જણાવાયેલું કે, કેટલીક છોકરીઓ આસામથી દિલ્હી આવી છે તેને તમારે લઈ જવાની છે. થોડીક પંજાબ પણ જશે. ફોન આવ્યો ત્યારે મેં કહેલું કે ઠીક છે, હું ત્યાં આવું છું. જોકે સત્તાવાળાઓને અગાઉથી ગંધ આવતા થોડીક હેરાનગતિ થઈ હતી.
અમારા એક પત્રકારે પૂછ્યું કે, આપણે મુસ્લિમ, ખ્રિસ્તી છોકરા-છોકરીઓ સાથે શું કરવું જોઈએ? આવાં બાળકો અમારી પાસે છે. રમણિકભાઈએ તુરત જ કહ્યું કે તેમને હિંદુત્વમાં યોગ્ય તાલીમ આપી સ્વીકારી શકાય. સામાન્ય રીતે ‘ઘરવાપસી’ કહેવાય. લોકો તેને ધર્માંતરણ કહે છે. આવા બાળકો એકાદ માસમાં કામચલાઉ ગુજરાતી શીખી લે છે. રમણિકભાઈના કહેવા મુજબ એક વર્ષની તાલીમ બાદ તેઓ સંપૂર્ણ હિંદુ બની જાય છે. તમામ રીતિ-નીતિ, પરંપરા તો જાણતા થાય જ છે. ધાર્મિક વ્યવહારો પણ કરતા થઈ જાય છે. તેઓ પોતાને હિંદુ તરીકે જ ઓળખાવતા થઈ જાય છે.
“ઘરવાપસી”ના કાર્યક્રમ વિશે રમણિકભાઈએ જણાવ્યું કે, આશ્રમના ટ્રસ્ટી ઘનશ્યામભાઈ જરૂર પડે આ કાર્ય ગમે ત્યારે કરે છે. તેઓ સંગઠનો વચ્ચે સંપર્ક-સંકલનની પ્રક્રિયા પૂરી કરાવી આપે છે. સમગ્ર ક્રિયા-પ્રક્રિયા, દસ્તાવેજી કાર્યવાહી વગેરે બધું જ સ્પષ્ટ કરી આપે છે જેથી મુશ્કેલી ન નડે.
રમણિકભાઈએ જણાવેલું કે આવી જ પ્રવૃત્તિ તેઓ વચ્ચેથી કરી રહ્યા છે. હકીકતમાં તેમણે ચુસ્ત હિંદુમિશનની સ્વરૂપે જ વાત કરી. “હમ આપ કો મિલેંગે તથા કહાં, ક્યા કરના આદિવાસી વિધિ આદિ સમજા દેંગે. હિંદુત્વ કો સમૃદ્ધ બનાના હૈ, ઉસે સુદૃઢ કરના હૈ.” મુસ્લિમ તથા ખ્રિસ્તિ ધર્મના છોકરા-છોકરીઓને પણ આ રીતે સમાવી શકાય. તેમના કહેવા મુજબ તેઓ “ઘરવાપસી” કાર્યક્રમ આગળ ધપાવી રહ્યા છે.
એક પ્રશ્નના જવાબમાં રમણિકભાઈએ જણાવેલું કે તમે અમને મુસ્લિમ-ખ્રિસ્તી છોકરાઓ-છોકરીઓ અંગે જણાવજો. શું કરવું ? કેવી રીતે કરવું ? તે અમે રૂબરૂ આવી સમજાવી આપીશું. દસ્તાવેજીકરણમાં પણ મદદ કરીશું. કાયદેસરના જ દસ્તાવેજ બનાવીશું.
અમારા વિસ્તારમાં મુસ્લિમોની વસતી વધારે છે. ખ્રિસ્તી ભણેલા છે, પણ ચિંતા ન કરવી. ઘનશ્યામ પૂરેપૂરા પાવર ધરાવે છે. કોઈને કોઈ તકલીફ નહીં પડે અને ખબર પણ નહીં પડે. અમે રમણિકભાઈને કહેલું કે મુઝફ્ફરનગરમાં અમારી પાસે આવા અનેક બાળકો છે. રમખાણો બાદ તેઓ અનાથ બન્યા છે. તેમને તમે હિંદુ બનાવી શકો. રમણિકભાઈએ જણાવેલું કે, “હા, હા હમે પતા હૈ” ત્યાં શું છે ? દિલ્હીમાં શું છે ? આ બધા માટે એક વ્યક્તિની મુલાકાત કરાવી આપીશું. તમારે કામ સોંપી ચિંતા નહીં કરવાની. બધી જ દોડાદોડી અન્ય કરશે. આવી પ્રવૃત્તિ ચાલતી રહેશે, તમે રહો કે ન રહો.
ત્યાર બાદ, રમણિકભાઈએ અમને એક વાત કરી કે વીસ વર્ષમાં તેમણે કેટલી સંખ્યામાં “ઘરવાપસી” કરાવી. તેઓ ચુસ્ત સંઘ કાર્યકર છે અને તે જ રીતે જવાબદારી પણ નિભાવી છે. અમે જ્યારે પૂછ્યું કે, શું દરેક વ્યક્તિ એકાદ હજારને હિંદુ બનાવે છે ? રમણિકભાઈએ કહ્યું કે, તે સંખ્યા હજારોની હોઈ શકે… ૧પ૦૦૦-ર૦૦૦૦ની – તેમાં મુસ્લિમ-ખ્રિસ્તી વગેરે બધા જ આવી ગયા છે. અમારી સક્ષમતાનો તમને ખ્યાલ નથી. આવા અનેક કાર્યક્રમો કરી શકીએ તેમ છીએ. અમે છોકરા-છોકરીને શિક્ષણ આપી, તાલીમ આપી સંપૂર્ણ હિંદુ બનાવીએ છીએ. ધાર્મિક રીતે તેઓ ક્યાંય પાછળ ન પડે તે રીતે.
આમ, બ્રેઈન વૉશ કરી આ મિશનમાં સામેલ કરીએ છીએ. તેઓ પાછા પોતાના વિસ્તારોમાં જઈ આવું જ કામ મોટા પાયે કરી શકે, તેવી પણ તાલીમ અપાય છે અને તેઓ સફળ નિવડે છે. રમણિકભાઈએ જણાવેલું કે અમારે તો હિંદુ મિશનરીને વ્યાપક અને સુદૃઢ બનાવવું છે. જેની અસર પાટનગરમાં થઈ શકે.
ક્યારેક કોમી તંગદિલી ઉભી થાય. અમારા મિશનમાં કાર્ય કરનાર માટે પણ મુશ્કેલી નડે, પણ માનસિક તૈયારી સાથે જ કાર્ય કરીએ છીએ. આ કિસ્સ્માં રેલવે સ્ટેશને ર૦૦ કાર્યકરો પહોંચી ગયેલા અને અમને ચિંતામુક્ત કરી દીધેલા. સમૂહમાં મોટો ફેર પડે. પાછળથી પોલીસને પણ વિગતો સમજાઈ ગઈ.
સીડબ્લ્યુસી ચેરમેન સુક્ષમા વિજ જાણે છે બધુ, પણ તેમની પટિયાલાની મુલાકાત લેવા નહીં દેવાય. કોબ્રાપોસ્ટે મુલાકાત લીધી. તપાસ કરી. પાટિયાલાના રામનગરમાં ૧૭ર૩/પ નંબરના મકાનમાં આસામની છોકરીઓને રાખવામાં આવેલી. માહિતી આવી જ મળેલી પણ તે ખોટી હતી. તેમને માતા ગુજારી કન્યા છાત્રાવાસમાં રાખવામાં આવેલી. અમે પ્રચારિકા બીના અને જ્યોતિકાની પણ મુલાકાત લઈ માહિતી મેળવી હતી.
અમારે એટલું જ કહેવાનું હતું કે અમે દિલ્હીના સ્વામી નારાયણ મંદિરથી આવીએ છીએ. આ બંને બહેનોએ ફટાફટ પૂછ્યું, તેના જવાબ આપ્યા.
આ બહેનોએ જણાવેલું કે, “ઘરવાપસીનું મિશન એક સફળ મિશન છે. પંજાબમાં કોઈ વિજય શર્મા નામની વ્યક્તિ મિશનરી તરીકે કામ કરે છે.”
બીનાએ જણાવેલું કે, અમારી જે છોકરીઓ પાછી આવી, તેમાં તો આઠ પોતાને ઘેર ગયેલી. તેઓ અન્ય ચારને લઈને આવી. અનેક પ્રચારિકાઓ ખ્રિસ્તી બાળકોને લઈને પણ આવે છે. મોટો લાભ એ થાય છે કે બાળકો આવી પરિસ્થિતિથી ટેવાયેલા હોય છે. તેઓ તત્કાળ સંઘને અનુસરે છે. “ઉનકે અંદર માલા કે સારે મણકે ચલે ગયે, વો જબ ભી અગર વહાં ભી જાયેંગે ના તો યે દિન ટાઈમ યાદ જરૂર કરેંગે, વહાં સુબહ ઉઠકે ક્યા કરતે થે શામકો ક્યા કરતે થે? પહચાન યાદ રખતે થે…”
હવે અમારે એક જ વાત જાણવી છે કે એવા કેવા અને કોણ માતા-પિતા છે, જેઓ પુત્રીઓને આ રીતે સ્વેચ્છાએ મોકલે છે. ચિરાંગ જિલ્લાના નખેડા ગામમાં કોબરાપાસ્ટના પત્રકારો ગયા અને માયા સુષ્મિતા, સુનીતા, સુરગી મરદી, લુખી મુરમો, મોતીલા કિસ્કો અને સુનીલાના સગાં-સંબંધીઓને. તેમને આરએસએસના કાર્યકરોએ નાણા આપવાનું વચન આપ્યું હતું. શિક્ષણ આપવાની ખાતરી આપી હતી. ગરીબી દૂર થશે, તેમ માની છોકરીઓને સ્વેચ્છાએ સોંપી હતી. પછાત આદિજાતિનું જીવન તો મુશ્કેલીભર્યું હોય જ છે. ઉલ્ફા અને બોડો લેન્ડ જેવા ઉગ્રવાદીઓ છોકરીઓને ઉપાડી જાય કે હેરાન કરે તેના કરતાં સંઘને સોંપવી સારી. અમારી ર૦ વર્ષની સન્ની મુરમોની મુલાકાત કરાવી, તે હિંદીમાં બોલતો હતો અને અમને સંબંધિત તમામ વિસ્તારમાં લઈ ગયો. મોટા ભાગના માતા-પિતાએ અમોને જણાવેલું કે આરએસએસના કાર્યકરોએ તેમને પૈસા નથી આપ્યા અને છોકરીઓ ક્યાં છે તે ખબર નથી. જેમને આપ્યા છે, તેમના કહેવા કરતા ઓછી રકમ આપી છે. સન્નીએ અમોને જણાવેલું કે ચાર મહિનાથી સંઘના કાર્યકરો છોકરીઓ મેળવતા હતા.
કોબ્રાપોસ્ટે કેટલીક છોકરીઓના ફોટા મેળવેલા તે માતા-પિતાએ ઓળખી પણ કાઢ્યા. ચાર-પાંચ છોકરીઓ મોતીલા કિસ્કો, સુરગી મારદી તો તુરત જ ઓળખાઈ ગઈ. પોલીસ ફરિયાદ કેમ ન કરી, એવા પ્રશ્નના જવાબમાં મૌન રાખવામાં આવ્યું. કારણ કે પૈસા સહિતના પ્રલોભનો અપાયેલા. કેટલાક માતા-પિતાએ છોકરી દીઠ રૂ. ર૦૦૦/- મળ્યાની વાત સ્વીકારી અને વિશ્વાસ પણ વ્યક્ત કર્યો કે, શિક્ષિત – દીક્ષિત થઈ તેઓ પાછી ઘેર જ આવવાની છે. આરએસએસ સાથે, વિહિપ પણ આવા કાર્યો કરે છે. સંઘ પરિવાર સાથે મળી ઘર વાપસી કરે છે.
ફરિયાદ ન કરવાના કારણોમાં ત્યાંના બોડો જાતિની હેરાનગતિ સ્થાનિક લેવલે પણ બોડો લોકો તેમની સાથે મફતમાં ગમે તેવું વર્તન કરે છે. તેના કરતાં સંઘ શું ખોટો ? નાણા મળે, શિક્ષણ મળે, સારી રીતે જીવન પસાર થાય અને પાછા આવવા મળે જ છે. ભલે ને એ કામ કરવું પડે. ખર્ચા-પાણી તો નીકળે છે. આજના જમાનામાં પાછા પછાતોની વાત બધા કરે છે. ઉત્થાનની વાતો થાય છે, પણ કોણ વહારે આવ્યું. સંઘવાળા શું ખોટા છે ? આ એક સામાન્ય અભિપ્રાય છે.
અમને અનેક માતા-પિતા એવા મળ્યા કે જેમણે નાણા મળવાની અને નહીં મળ્યાની વાત કરી. બોડોના ત્રાસથી માતા-પિતા પણ કંટાળીને પુત્રીઓને આરએસએસને સોંપે છે.
અમારો ગાઈડ સન્ની જ આરએસએસનો કાર્યકર હતો. તે કન્નૌજની સંઘ સંચાલિત શાળામાં ભણેલો. તેણે સંઘના વડા શિવચરણ વર્માની વાત કરી. સન્ની તેમનો ભત્રીજો હતો.
આમ, વિવિધ ધર્મની મિશનરીઓનો વિરોધ કરનાર પોતે જ હિંદુ બનાવવાની મિશનરી ચલાવે છે. મોટા પાયે દાયકાઓથી આવા કામો થાય છે. હિંદુત્વનો વ્યાપ વધે તે માટે તેઓ સંનિષ્ઠતાથી કાર્ય કરે છે. ત્રાસવાદી સંગઠનોના ત્રાસથી કંટાળેલા માતા-પિતા પણ પુત્રીઓને “બેટરલાઈફ” માટે સોંપી દે છે. હવે સરકાર કે તંત્ર ક્યારે જાગશે ?
(સૌ : એડિટર, કોબ્રા પોસ્ટ.કોમ)

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts