મોસ્કો,તા. ૧૮
રશિયાના પૂર્વીય દરિયાકાંઠા પર સોમવારે મોડી રાત્રે વિનાશકારી અને પ્રચંડ ભૂકંપનો આંચકો આવ્યો હતો. જો કે આના કારણે જાનમાલનુ નુકસાન ટળી ગયુ છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૭.૭ જેટલી આંકવામાં આી છે. શરૂઆતમાં સુનામીની ચેતવણી જારી કરવામાં આવી હતી. જો કે મોડેથી સુનામીની ચેતવણીને ઉઠાવી લેવામાં આવી હતી. રશિયામાં ભૂકંપનુ કેન્દ્ર કમછતકા પ્રાંત સ્થિત નિકોલ્સકોવ ગામથી ૨૦૦ કિલોમીટરના અંતરે સ્થિત હતુ. પ્રશાંત મહાસાગરમાં દરિયાની સપાટીથી આશરે ૧૧.૭ કિલોમીટરના ઉંડાણમાં કેન્દ્ર હોવાથી નુકસાન ટળી ગયુ હતુ. ભૂકંપ બાદ યુએસ પેસિફિક સુનામી વોર્નિંગ સેન્ટરે ભૂકંપના કેન્દ્રની આસપાસના ૩૦૦ કિલોમીટરના વિસ્તારમાં સુનામીની ચેતવણી જારી કરી હતી. બીજી બાજુ પેરુમાં પણ ૬.૬ની તીવ્રતા સાથે પ્રચંડ આંચકો આવ્યો હોવાના હેવાલ મળ્યા છે. છેલ્લા ૨૪ કલાકની અંદર આ વિસ્તારમાં બીજા ત્રણ આંચકા પણ અનુભવાયા છે. જો કે આની તીવ્રતા ખુબ ઓછી હતી. રશિયામાં ઇમરજન્સી મંત્રાલય દ્વારા માહિતી આપવામાં આવી છે કે જો સુનામીના મોજા આવશે તો પણ લહેર ૦.૫ મીટરથી વધાર રહેશે નહી. ભૂકંપ બાદ બે કલાક બાદ સ્થિતી સામાન્ય બની હોવાના હેવાલ મળ્યા છે. શરૂઆતમાં ચેતવણી જારી કરાયા બાદ તેને ઉઠાવી લેવામાં આવી હતી. ભૂકંપના કારણે જાનમાલનુ નુકસાન થયુ નથી. સોમવારના દિવસે કમછતકા પ્રાંતના એક જ્વાળામુખીથી રાખ બહાર નિકળવાની શરૂઆત થઇ ગઇ છે. જ્વાળામુખીથી રાખ નિકળી રહી છે જેથી આ વિસ્તારમાંથી પસાર થનાર વિમાનોને ચેતવણી આપવામાં આવી છે.