

દિલસે જો બાત નિકલતી હૈ, અસર રખતી હૈ
પર નહીં, તાકાત-એ-પરવાઝ મગર રખતી હૈ
વક્ત-એ-ફુરસત હૈ કર્હાં, કામ અભી બાકી હૈ
નૂર-એ-તૌહીદ કા ઈત્મામ અભી બાકી હૈ
-અલ્લામા ઈકબાલ
ખરેખર, સમયની સાથે માણસને કોઈને કોઈ પ્રકારનું નુકસાન થતું રહે છે, પરંતુ તેવા લોકો સિવાય જે પ્રમાણિક અને સારા કાર્યો કરવામાં માને છે સાથે જ જે એકબીજાને સત્ય અને ધીરજની સલાહ આપે છે તેમને સમય પણ સાથ આપે છે.
સમયની સાથે આપણે દરરોજ વ્યવહાર કરવાનો હોય છે અને સમય એક એવી બાબત છે જે અંગે બધા જ એવું માને છે કે આપણે સમયને સમજીએ છીએ.
આપણે તર્ક સાથે અને પ્રાયોગિક રીતે તેના અંશને સમજીએ છીએ પરંતુ સમય શું છે ? તે સમજવું ખરેખર અઘરું છે. ૧૧મી સદીમાં એવિસેનાને ભૌતિક સમયના અસ્તિત્વ ઉપર શંકા હતી. તેણે તેવી દલીલ કરી કે યાદો અને આશાઓના કારણે સમય ફક્ત આપણા મગજમાં અસ્તિત્વ ધરાવે છે. સમયની અનેક થિયરી અને ખ્યાલ છે અને તેનો વિવિધ ધર્મો, તત્ત્વજ્ઞાન અને વિજ્ઞાનમાં અભ્યાસ કરવામાં આવે છે. આ ઉપરાંત સમય આર્થિક મૂલ્ય પણ ધરાવે છે. સમયનું સામાજિક અને વ્યક્તિગત મહત્ત્વ પણ છે જે ફક્ત પશ્ચિમી દેશોમાં જોવા મળે છે. વિશ્વના કેટલાક ભાગોમાં સમય હાથમાં રહેલી રેતની જેમ સરકી જાય છે તો કયાંક સમયની કિંમત થતી હોય છે. સમય કોઈની રાહ જોતો નથી પરંતુ આપણે યોગ્ય સમય આવે તેની રાહ જોતા રહી જઈએ છીએ.
પ્રથમ તસવીર સેન્ટ્રલ લંડનમાં આવેલા બિગ બેન અને સંસદ ભવન ઉપરથી વહેલી સવારે એક પક્ષી ઉડાઉડ કરી રહ્યું હતું તે સમયે આ સુંદર તસવીર લેવામાં આવી હતી.
બીજી તસવીર પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં આવેલ એક ઘડિયાળની દુકાનમાં ઘડિયાળ વેચનાર પોતાના ગ્રાહક સાથે વાતચીત કરી રહ્યો હતો તે સમયની છે. આ તસવીરમાં આપણને વિવિધ આકાર, કદ અને રંગની અવનવી ઘડિયાળ જોવા મળે છે.