ઇમિગ્રન્ટ્‌સ બાળકોને માતા-પિતાથી અલગ કરવાની નીતિ ખતમ કરો : મેલાનિયા અને અમેરિકી સાંસદોની અપીલ

(એજન્સી) વોશિંગ્ટન, તા. ૨૦
અમેરિકી સરહદે વિસ્થાપિત પરિવારોના બાળકોને તેમના માતા-પિતાથી અલગ કરવાના વિવાદાસ્પદ મુદ્દા અંગે ૧૮મી જૂન સોમવારે ડેમોક્રેટિક અને રીપબ્લિક સાંસદોએ ઉગ્ર વિરોધ કર્યો હતો જ્યારે અમેરિકાનાં પ્રથમ મહિલા મેલાનિયા ટ્રમ્પે આ ભારે વિવાદાસ્પદ અભિયાન બંધ કરવાનો રાજકીય અનુરોધ કર્યો હતો. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રશાસને સરહદે સુરક્ષા માટે લાગુ કરેલી ઝીરો ટોલરન્સ નીતિનો બંને રાજકીય પક્ષો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ નીતિ સામે ડેમોક્રેટ્‌સ અને રીપબ્લિકન સાંસદોએ રોષ ઠાલવ્યો છે. ટ્રમ્પનાં પત્ની આમ તો સામાન્ય રીતે રાજકીય મામલાઓમાં હસ્તક્ષેપ કરતાં નથી. તેમણે ટ્રમ્પ પ્રશાસનની નીતિની ટીકા તો કરી નથી પરંતુ આ મુદ્દાના ઉકેલ માટે દ્વિપક્ષીય ઇમિગ્રેશન સુધારા પર ભાર આપ્યો છે. મેલાનિયા ટ્રમ્પનાં પ્રવક્તા સ્ટેફની ગ્રિશામે સીએનએન સાથેની વાતચીતમાં જણાવ્યું કે ‘મિસિસ ટ્રમ્પને બાળકોને તેમના પરિવારથી અલગ થતા જોવાથી નફરત છે અને આશા રાખે છે કે બંને તરફના લોકો સફળતાપૂર્વક ઇમિગ્રેશન સુધારા કરવા માટે છેવટે એક સાથે આવશે’.
નોંધનીય છે કે એટર્ની જનરલ જેફ સેશને એવી જાહેરાત કરી છે કે ગેરકાનૂની રીતે મેક્સિકોથી આવતા બધા ઇમિગ્રન્ટ્‌સની ધરપકડ કરી શકાય છે. બાળકોને જેલમાં મોકલી શકાય નહીં, તેથી તેમને ધરપકડ કરાયેલા તેમના માતા-પિતાથી અલગ કરી દેવામાં આવે છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts