નવી દિલ્હી,તા.પ
ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ભારતીય ખેલાડીઓના ખરાબ પ્રદર્શનથી પૂર્વ ખેલાડી વીરેન્દ્ર સહેવાગ નિરાશ છે. પૂર્વ ભારતીય સલામી બલ્લેબાજ વીરેન્દ્ર સહેવાગે કહ્યું કે ભારતીય બેટસમેનમાં આખી સીરીઝ દરમ્યાન કોન્ફિડન્સનો અભાવ જોવા મળ્યો. આટલી મજબૂત ટીમ હોવા છતાંય કઠિન પરિસ્થિતિઓમાં ટીમ વિપક્ષની સામે લથડી જાય છે.
આપને જણાવી દઇએ કે કોચ રવિ શાસ્ત્રીએ ઇંગ્લેન્ડના પ્રવાસ પર જતાં પહેલાં ટીમને સર્વશ્રેષ્ઠ ગણાવી હતી. શાસ્ત્રીના આ નિવેદન પર સહેવાગે કહ્યું કે ડ્રેસિંગ રૂમમાં બેસીને વાતો કરવાથી ટીમ બેસ્ટ બનતી નથી, ખેલાડીઓને મેદાન પર પોતાનું પ્રદર્શન સાબિત કરવું પડે છે. ભારતીય ખેલાડી ખાસ કરીને બોલિંગ કરીને આખી સીઝન દરમ્યાન દબાણના સમયે નબળા દેખાયા છે. એવામાં એ વાતોનો કોઇ મતબલ રહેતો નથી. તમે ભલે દુનિયાની નજરમાં પોતાને બેસ્ટ ટીમ કહી સંબોધિત કરતાં હોવ, પરંતુ જો ખેલાડીઓનું બેટ ના ચાલ્યું તો તમે મજાકનું પાત્ર બની જશો.હારનું કારણ પૂછતા સહેવાગે કહ્યું કે મોઇન અલીના બોલને ભારતીય બેટસમેન રમી શકયા નહોતા એ જાણી હેરાન થઇ ગયો. ચાર વર્ષ પહેલાં ૨૦૧૪માં પણ જ્યારે ભારતીય ટીમ ઇંગ્લેન્ડના પ્રવાસ પર ગઇ હતી ત્યારે સ્પિનર્સમાં મોઇન અલીએ જ સૌથી વધુ વિકેટ લીધી હતી. બીજી ઇનિંગ્સ દરમ્યાન ઇંગ્લેન્ડના લો-ઑર્ડર બેટસમેન અને બોલર્સે ભારતીય ટીમનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. આ ભારતીય ટીમ માટે હારનું સૌથી મોટું કારણ બન્યું.