શ્રીનગર : કુપવારામાં નિયંત્રણ રેખા પર પાક. સેનાએ કરેલા ગોળીબારમાં બે જવાન શહીદ

(એજન્સી) ઈસ્લામાબાદ, તા.૧ર
દક્ષિણ કાશ્મીરમાં નિયંત્રણરેખા નજીક ગોળીબાર થતાં જમ્મુ-કાશ્મીર રાઈફલ્સ પાંચના બે ભારતીય જવાનો શહીદ થયા છે. કુપવારા જિલ્લાના કેરન સેકટરમાં ફુર્કિયા ગલી નજીક પાકિસ્તાની દળોએ બે ભારતીય જવાનોને નિશાન બનાવ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે. પાકિસ્તાની દળો કે પાકિસ્તાનની બોર્ડર એકશન ટીમ દ્વારા જવાનો પર ગોળીબાર થયો હતો તે અંગે હાલ સ્પષ્ટતા નથી. ફુર્કિયા વિસ્તારનો આતંકવાદીઓ પાકિસ્તાનથી કાશ્મીર ખીણમાં ઘૂસણખોરી કરવા માટે ઉપયોગ કરે છે. વધુ વિગતો હાલ આવવાની બાકી છે. અમરનાથ યાત્રા પર આતંકી હુમલા બાદ ગૃહમંત્રાલયે જમ્મુ-કાશ્મીરમાં હાઈએલર્ટ આપ્યું છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks