સીવાયેલા હોઠ

 

ના હો નાઉમ્મીદ, નાઉમ્મીદી ઝવાલ-એ-ઈલ્મ-ઓ-ઈરફાન હૈ
ઉમ્મીદ-એ-મર્દ-એ-મોમીન હૈ ખુદા કે રાઝદારોં મેં
-અલ્લામા ઈકબાલ

પ્રસ્તુત તસવીરો દુનિયાના લોકોના સીવાયેલા હોઠને ખોલવા માટે પૂરતી છે કે જેમાં નિર્દોષોના બળીને ખાખ થઈ ગયેલા મૃતદેહો અને કુહાડીના ઘા સાથે મૃત્યુ પામેલા આમઆદમીઓ જોવા મળી રહ્યા છે. અહીં અમે એવી તસવીરો પ્રસિદ્ધ કરી રહ્યા છીએ કે જેને છાપતાં પણ હૈયું દ્રવી જાય છે અને શરીરમાં કમકમાટી પેદા થઈ જાય છે પરંતુ અફસોસ એ વાતનો છે કે પોતાની જ માનવ જાતિના સભ્યો પર થઈ રહેલા જુલ્મોને જોઈને ત્રીજા વિશ્વના દેશોના કહેવાતા શાસકોનું રૂંવાડુંય ફરકતું નથી કે ન તો તમો કંઈ બોલે છે સામાન્ય બાબતોમાં બકબક કરતા આ શાસકો કે નેતાઓના હોઠ જ્યારે માનવતા સાદ પાડતી હોય ત્યારે જ બીડાઈ જાય છે. તેમના આવા ગુનાઈત મૌનથી લોહીલુહાણ માનવજાત કણસી રહી છે.
પ્રથમ તસવીર બાંગ્લાદેશના કોકસ બજારમાં, મ્યાનમાર બાજુ થયેલા ગોળીબાર બાદ રોહિંગ્યા બાળકો પાણીના માર્ગે બાંગ્લાદેશમાં પ્રવેશવાનો પ્રયત્ન કરી રહ્યા છે. બીજી તસવીરમાં બાંગ્લાદેશ – મ્યાનમારની સરહદ પર પરિવહન કર્યા બાદ રોહિંગ્યા શરણાર્થીઓનું ટોળું કેનાલને પાર કરતું જોવા મળી રહ્યું છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks