સીવાયેલા હોઠ

ના હો નાઉમ્મીદ, નાઉમ્મીદી ઝવાલ-એ-ઈલ્મ-ઓ-ઈરફાન હૈ
ઉમ્મીદ-એ-મર્દ-એ-મોમીન હૈ ખુદા કે રાઝદારોં મેં
-અલ્લામા ઈકબાલ

પ્રસ્તુત તસવીરો દુનિયાના લોકોના સીવાયેલા હોઠને ખોલવા માટે પૂરતી છે કે જેમાં નિર્દોષોના બળીને ખાખ થઈ ગયેલા મૃતદેહો અને કુહાડીના ઘા સાથે મૃત્યુ પામેલા આમઆદમીઓ જોવા મળી રહ્યા છે. અહીં અમે એવી તસવીરો પ્રસિદ્ધ કરી રહ્યા છીએ કે જેને છાપતાં પણ હૈયું દ્રવી જાય છે અને શરીરમાં કમકમાટી પેદા થઈ જાય છે પરંતુ અફસોસ એ વાતનો છે કે પોતાની જ માનવ જાતિના સભ્યો પર થઈ રહેલા જુલ્મોને જોઈને ત્રીજા વિશ્વના દેશોના કહેવાતા શાસકોનું રૂંવાડુંય ફરકતું નથી કે ન તો તમો કંઈ બોલે છે સામાન્ય બાબતોમાં બકબક કરતા આ શાસકો કે નેતાઓના હોઠ જ્યારે માનવતા સાદ પાડતી હોય ત્યારે જ બીડાઈ જાય છે. તેમના આવા ગુનાઈત મૌનથી લોહીલુહાણ માનવજાત કણસી રહી છે.
બાંગ્લાદેશના કોકસ બજારમાં શરણાર્થીઓ માટે કામચલાઉ આશ્રય સ્થાનો ઊભા કરવામાં આવ્યા છે. પ્રસ્તુત તસવીર કુતુપલાંગ કામચલાઉ રેફયુજી કેમ્પની છે, જ્યાં અસંખ્ય રોહિંગ્યા શરણાર્થીઓ ટોળે વળીને બેઠેલા જોવા મળી રહ્યા છે. પોતાની જન્મભૂમિથી ધરાર જેમને વિખૂટાં પાડી દેવાયા છે. એટલું જ નહીં કોઈ તેમને સ્વીકારવા તૈયાર નથી એવી નિરાધાર સ્થિતિમાં રઝળતા કરી દેવાયા છે ત્યારે તેમની આ ‘રઝળપાટ’નો જો વિશ્વ તાકીદે ઉકેલ નહીં શોધે તો એણે સમજી લેવું પડે કે ગરીબ-મઝલૂમની હાય… કયારેય ખાલી જતી નથી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks