સીવાયેલા હોઠ

પ્રસ્તુત તસવીરો દુનિયાના લોકોના સીવાયેલા હોઠને ખોલવા માટે પૂરતી છે કે જેમાં નિર્દોષોના બળીને ખાખ થઈ ગયેલા મૃતદેહો અને કુહાડીના ઘા સાથે મૃત્યુ પામેલા આમઆદમીઓ જોવા મળી રહ્યા છે. અહીં અમે એવી તસવીરો પ્રસિદ્ધ કરી રહ્યા છીએ કે જેને છાપતાં પણ હૈયું દ્રવી જાય છે અને શરીરમાં કમકમાટી પેદા થઈ જાય છે પરંતુ અફસોસ એ વાતનો છે કે પોતાની જ માનવ જાતિના સભ્યો પર થઈ રહેલા જુલ્મોને જોઈને ત્રીજા વિશ્વના દેશોના કહેવાતા શાસકોનું રૂંવાડુંય ફરકતું નથી કે ન તો તમો કંઈ બોલે છે સામાન્ય બાબતોમાં બકબક કરતા આ શાસકો કે નેતાઓના હોઠ જ્યારે માનવતા સાદ પાડતી હોય ત્યારે જ બીડાઈ જાય છે. તેમના આવા ગુનાઈત મૌનથી લોહીલુહાણ માનવજાત કણસી રહી છે.
પ્રસ્તુત પ્રથમ તસવીર બાંગ્લાદેશના તેકનાફની છે. જેમાં સરહદને પાર કરવામાં અસમર્થ એક રોહિંગ્યા શરણાર્થી મહિલાને ઊંચકીને લઈ જનાર એક સ્થાનિક યુવક જોવા મળી રહ્યો છે.
દ્વિતીય તસવીર બાંગ્લાદેશના તેકનાફમાં બાંગ્લાદેશ અને મ્યાનમારની સરહદ પાર કર્યા બાદ આરામ કરી રહેલી પોતાની માતા સાથે બેઠેલી એક નિર્દોષ રોહિંગ્યા શરણાર્થીની બાળકી જોવા મળી રહી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks