મોગાદીશુમાં થયેલા કાર બોંબ વિસ્ફોટમાં છનાં મોત, અનેક ઘાયલ

(એજન્સી)              સોમાલિયા, તા.૯

પોલીસે જણાવ્યું કે સોમાલી રાજધાની મોગાદીશુમાં થયેલા કાર બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા છ નાગરિકોના મોત નિપજ્યા હતા. આ આત્મઘાતી વિસ્ફોટ રાજધાનીના મધ્યભાગમાં સોમવારે થયો જ્યારે વિસ્ફોટક લાદેલી ગાડીમાં ઈટાલિયન કેફે નજીક વિસ્ફોટ થયો હતો. જેમાં ૧૦ લોકો ઘાયલ પણ થયા હતા. વિસ્ફોટ ઘણો શક્તિશાળી હતો અને તે સમયે ત્યાં ઘણા લોકો હાજર હતાં મેં ઘણા ઘવાયેલા અને મરેલા લોકો જોયા. તેમ સાક્ષી અબ્દુલકાદીરે જણાવ્યું હતું. એક અહેવાલ અનુસાર વિસ્ફોટ બાળ ગોળીબાર કરવામાં આવ્યો હતો. જેના પગલે ધુમાડાના ગોટેગોટે ઉડ્યા હતા. આ હુમલાની જવાબદારી હજુ સુધી કોઈ સંગઠને લીધી નથી. મોગાદીશુની દક્ષિણમાં આવેલા શબેલ્લે ક્ષેત્રના શાલાન બૂદ નગરના બહારી વિસ્તારમાં સૈન્યની છાવણીની બહાર થયેલા બોમ્બ બ્લાસ્ટમાં ઓછામાં ઓછા ત્રણ સોમાલી જવાનોના મોત નિપજ્યા હતા. આ ઘટનાના ગણતરીના કલાકો બાદ જ આ કાર બોમ્બ વિસ્ફોટ થયો હતો. બોમ્બ વિસ્ફોટ માટે અલ-શબાબ તકફીરી આતંકી સમૂહે જવાબદારી લીધી હતી પરંતુ કહ્યું કે આ હુમલામાં બે અધિકારી અધિકારીઓ સહિત ચાર સરકારી કર્મચારીના મોત થયા હતા. અમે બોમ્બની શોધમાં શહેરની બહાર ગયા હતા પરંતુ અમારી છાવણી નજીક કોઈ બોમ્બ મૂકવામાં આવ્યો ન હતો. તેમ ક્ષેત્રીય સૈન્ય અધિકારી મોહમ્મદ નુરે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ વિસ્ફોટમાં ચાર અન્ય જવાનો ઘાયલ થયા હતા. સોમાલિયાના સૂચના મંત્રીએ ઘોષણા કરી હતી કે બરીરે ગામમાં સૈન્યના દરોડા પાડવામાં આવ્યા જેમાં આતંકી સમૂહના વડા મોલીન ઓસ્માન અબ્દી બાદીલ અને તેના ત્રણ સહાયકોના મોત થયા છે તેના બીજા જ દિવસે આ આત્મઘાતી હુમલો થયો હતો. સોમાલિયા ર૦૦૬થી સરકારી દળો અને અલ શબાબ વચ્ચેની અથડામણોનું સાક્ષી રહ્યું છે. તકફીરી આતંકી સંગઠને ર૦૧૧માં આફ્રિકન સૈન્ય દ્વારા રાજધાનીમાંથી બળજબરીપૂર્વક હાંકી કાઢવામાં આવ્યા હતા. પરંતુ દેશના કેટલાક ભાગોમાં હજુ પણ તેનો અંકુશ છે અને તે સરકાર, સૈન્ય અને નાગરિકો પર હુમલા કરતું રહે છે. નવા રાષ્ટ્રપતિ મોહમ્મદ અબ્દુલ્લાહીએ ફેબ્રુઆરીમાં કમાન સંભાળી ત્યારથી અલ-શબાબે રાજધાનીમાં આત્મઘાતી હુમલાઓ

કર્યા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks