સ્વિંગ થતા બોલ પર ગંભીરતાથી અભ્યાસ કરવો ભારતને ભારે પડ્યું : ગાવસ્કર

મુંબઈ,તા.૬
ભારતીય ક્રિકેટના પૂર્વ દિગ્ગજ સુનીલ ગવાસ્કરે ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ટેસ્ટ સીરીઝ પહેલા ભારતીય ક્રિકેટ ટીમની તૈયારીઓ પર સવાલ ઉઠાવતા કહ્યું કે, સ્વિંગ થતા બોલ પર ગંભીરતાથી અભ્યાસ કરવું ભારતને ભારે પડ્યું.
વન જે સીરીઝમાં હાર્યા બાદ ભારતીય ટીમને પાંચ દિવસોનો આરોમ મળ્યો, જેને ખેલાડીઓએ યૂરોપમાં વિતાવ્યો. ગવાસ્કરે ત્રણ દિવસોના અભ્યાસ મેચ તરફ ઇશારો કરતા કહ્યું કે, તે કોઇ તૈયારી ન હતી, હું સમજુ છું કે એક સીરીઝ પૂર્ણ થયા બાદ આરામ જરૂરી છે. પરંતુ એક જ વારમાં પાંચ દિવસોનો આરામ આપવામાં આવે તે યોગ્ય નથી. આ બે મેચો વચ્ચે ત્રણ-ત્રણ દિવસોનો આરામ હોઇ શકે છે. તેમણે અભ્યાસ મેચમાં તમામ ૧૮ ખેલાડીઓ સાથે ઉતરવાની યોજનાની પણ આલોચના કરતા કહ્યું,’તેમને લગભગ ઓછામાં ઓછા ત્રણ દિવસીય મેચ રમવી જોઇતી હતી. ૧૮ ખેલાડીઓ સાથે નહી, પરંતુ ૧૧ ખેલાડીઓ સાથે. તેમને અભ્યાસ મેચોને ટેસ્ટ મેચ માફક લેવી જોઇએ હતી. તેમણે દક્ષિણ આફ્રિકામાં પણ અભ્યાસ મેચને રદ કરી અને બે મેચોમાં હારનો સામનો કરવો પડ્યો.’ ગવાસ્કરે આવનારી મેચમાં ટીમને વધુ બેટ્‌સમેનો સાથે ઉતરવાની સલહ આપી છે. તેમણે કહ્યું,’મને હંમેશા લાગે છે કે વિદેશી હાલાતમાં તમારે વધુ બેટ્‌સમેનો સાથે ઉતરવું જોઇએ. તમને પોતાના પર ભરોસો હોવો જોઇએ. મને આ ટીમ પર સંપૂર્ણ ભરોસો છે.’

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts