તમિલનાડુ : ર૦૦૯માં વિદ્યાર્થી પ્રદર્શનો બદલ ડોક્યુમેન્ટરી ફિલ્મમેકર દિવ્યા ભારતીની ધરપકડ

(એજન્સી) ચેન્નાઈ,તા.ર૬
મંગળવારના રોજ મદુરાઈ પોલીસ દ્વારા ડોક્યુમેન્ટરી ફિલ્મમેકર દિવ્યા ભારતીની ધરપકડ કરવામાં આવી હતી. ર૦૦૯માં તેની વિરૂદ્ધ નોંધાયેલ કેસમાં સંડોવણી હોવા બાબતે દિવ્યા ભારતીની ધરપકડ થઈ હતી. બાદમાં તેને જામીન પર મુક્ત કરવામાં આવી હતી. ર૦૦૯માં સરકારી રાજાજી હોસ્પિટલમાં મેડિકલ સારવારમાં ખામીના કારણે દલિત વિદ્યાર્થી મૃત્યુ પામ્યો હતો. જેની વિરૂદ્ધમાં ભારતી સહિત અન્ય છ લોકોએ દેખાવો કર્યા હતા. દલિત વિદ્યાર્થીને સાપ કરડ્યો હતો. આ ટોળાએ મદુરાઈમાં દલિત વિદ્યાર્થીઓના હોસ્ટેલની અત્યંત ખરાબ સ્થિતિ વિરૂદ્ધ પણ દેખાવો કર્યા હતા. આ મામલે પોલીસે ભારતીની તેના ઘરમાંથી ધરપકડ કરી હતી અને બાદમાં ન્યાયાધીશે તેને દર સપ્તાહમાં હાજર રહી સહી કરી જવાના આદેશ પર જામીન આપ્યા હતા. ભારતીએ હાલમાં જ હાથથી સફાઈ કરતા કામદારો વિશે ડોક્યુમેન્ટરી ફિલ્મ કાક્કુસ બનાવી હતી. ભારતીની ધરપકડ પર સીપીઆઈ(એમ)એ નિંદા કરી હતી અને જણાવ્યું હતું કે એક વિદ્યાર્થીના કાર્યકરને વિરોધ પ્રદર્શન બદલ સજા ભોગવવી પડશે. તે અત્યંત શરમજનક છે. હોસ્ટેલની અંદર અમાનવીય અને અતિગહન સ્થિતિના કારણે વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું. દેશની તમામ દલિત હોસ્ટેલોમાં આ જ પ્રકારની દયનીય સ્થિતિ છે. સીપીઆઈ(એમ) આ મુદ્દે તમિલનાડુમાં દેખાવો કરવાની યોજના ઘડી રહી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks