અમદાવાદ,તા.ર૯
ગતરોજ વહેલી સવારે ગીર સોમનાથ જિલ્લા તંત્ર દ્વારા લઘુમતી સમાજના ધાર્મિક સ્થળો જેમાં દરગાહો, મસ્જિદ તેમજ કબ્રસ્તાનોમાં બુલડોઝર ફેરવી શહીદ કરી દેવાતા તેના મુસ્લિમ સમાજ તેમજ રાજયભરમાં ઘેરા પડઘા અને પ્રત્યાઘાત પડયા છે. ઉકત ધાર્મિક સ્થળો અંગે કોર્ટમાં વકફ ટ્રિબ્યુનલમાં કેસ ચાલતો હોવા છતાં તથા સુપ્રીમનો ડિમોલિશન નહીં કરવાના આદેશની અવગણતા કરી ધાર્મિક સ્થળોને નામ શેષ કરી દેવાયા છે જેની સિટી સર્વેમાં નીચે મુજબ નોંધણી થયેલ છે. તંત્ર દ્વારા જે પૌરાણિક મજારો મસ્જિદો અને કબ્રસ્તાનને શહીદ કર્યા જેમાં સાર મલારશાનો મકબરો જેના હાલના વહીવટકર્તા ચાંદશા ફકીરશા વેરાવળ વાળા છે જેનો સિટી સર્વે નં.જી.-૧૪ છે તા.રપ-૧-૧૯૭૧માં ગુલામહુસેન નનામિયાં તા.૧૮-૧૦-૧૯૮૯ વહીવટકર્તા અલાબક્ષ ગુલામહુસેન. તા.૬-૮-ર૦૧પમાં વહીવટકર્તા અબ્દુલ હમીદશા અલાબક્ષ બાનવા હતા. ઉકત મકબરાનું ક્ષેત્રફળ ૭ર.૩૧૬ છે. તથા સત્તાપ્રકાર એ-રમાં નોંધાયેલ છે. જયારે ગરીબશાહ દરગાહનો સિટી સર્વે નંબર જી/૮ છે તેનું ક્ષેત્રેફળ પપ.૯ર૭૭ છે. જયારે સત્તાપ્રકાર જી છે. આ દરગાહને તા.ર૩-ર-૪૭થી સાર્વજનિક સરકારી ઠરાવેલ છે જયારે ધુમસવાની પીરની દરગાહ જેનો સિટી સર્વે નં. જી/૯ છે તેનું ક્ષેત્રફળ ર૦૩. ર૭રપ છે. સત્તાપ્રકાર જી છે. આ દરગાહને તા. પ-૪-૪૭થી સાર્વજનિક સરકારી ઠરાવેલ છે જયારે મલંગ પીરની દરગાહનો સિટી સર્વે નં.જી.-૧૦ છે જેનું ક્ષેત્રફળ ૭૮.૩૧૭૪, સત્તાપ્રકાર જી છે. આ દરગાહ તા.પ-૬-૪૭થી સાર્વજનિક સરકારી ઠરાવેલ છે. સાર સલારશાનો મકબરો જેનો સિટી સર્વે નં.જી-૧૩ છે. જેનું ક્ષેત્રફળ ૯૬.૪૩૩૬ છે આ દરગાહને તા.રપ-ર-૪૭થી સાર્વજનિક સરકારી ઠરાવેલ છે. હાલના વહીવટકર્તા ચાંદશા ફકીરશા વેરાવળ વાળા છે. ઈદગાહ જેનો સિટી સર્વે નં.૧ર છે. તેનુ ક્ષેત્રફળ ૬૮૬.પપપ૬ છે. સત્તાપ્રકાર જી છે આ દરગાહને રપ-ર-૪૭થી સાર્વજનિક સરકારી ઠરાવેલ છે. સૈયદોનું કબ્રસ્તાન જેનો સિટી સર્વે નં. જી.૧૧ છે જેનું ક્ષેત્રફળ ૭૧૦.૪૩૧૭ છે. સત્તાપ્રકાર જી છે આ કબ્રસ્તાન તા.પ-૬-૧૯૪૭થી સાર્વજનિક સરકારી ઠરાવેલ છે. જયારે સિટી સર્વે નં.જી-૬ જેનું ક્ષેત્રફળ ૧૧૩૬.૩૯૩પ છે સત્તાપ્રકાર જી છે આ જમીન શ્રી સરકારમાં માયપુરીના નામે મકાન છે. જેના વહીવટકર્તા ઘાંચી હસનઅલી છે આ જમીન તા.ર૩-ર-૪૭થી સાર્વજનિક સરકારી કરાવેલ છે. આમ ઉપરોકત દરગાહો, ઈદગાહ તથા મકાન જેની નોંધણી સિટી સર્વેમાં થયેલ છે.
લઘુમતી સમાજના ધાર્મિક સ્થળો પર કાર્યવાહીથી સરકાર પર પ્રહારો
પ્રભાસ પાટણમાં ડિમોલિશન ગેરકાયદેસર કર્યું, આટલી ઉતાવળ કેમ ? : ધારાસભ્ય વિમલ ચુડાસમા