યુવાને સાત અમીરાત રાજ્યોનો કઠિન પગપાળા પ્રવાસ કર્યો, હવે તેની નજર ગિનિસ વર્લ્ડ રેકોર્ડ પર

(એજન્સી)                               તા.૪

સોમવારે રાત્રે જ્યારે આપણે મોટા ભાગના લોકો હજુ પણ નવા વર્ષના ઉન્માદમાં હતા ત્યારે એક અમીરાતના નાગરિક ૩૦ વર્ષીય જલાલ બિન થાનેયાએ પોતાની જન્મભૂમિથી શરૂ કરીને અમીરાતના બધા સાત રાજ્યોની સફર બે સપ્તાહમાં પગપાળા પ્રવાસ દ્વારા પૂર્ણ કરી હતી. અમુક ખાસ જરૂરિયાતો ધરાવતા સાથે બાળકોને આધાર આપવા અને યુએઇનું સન્માન અને ગૌરવ વધારવા માટે તેઓએ આ પ્રવાસમાં તમામ સાત અમીરાતની પગપાળા સફર કરી હતી. તેઓએ તેમના આ સાહસને લોકોમાં જાગૃતિ લાવવા તરફ એક કદમ ગણાવતા પોતાના ટિ્‌વટર પેજ તેમના આ લાંબા પ્રવાસનું વર્ણન કર્યું છે અને એક પ્રેરણાદાયી વાર્તા પ્રસ્તુત કરી છે. તેમની આ સફર સોમવારે સાંજે ૮ઃ૩૦ કલાકે ફૂજૈરાહમાં સમાપ્ત થઈ હતી. યુએઈની આ વિશાળ યાત્રા પછી હવે તેમની નજર ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવવાની છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts