(એજન્સી) લંડન, તા.૭
લંડનના મેયર સાદિકખાનનું કહેવું છે કે, લંડનમાં મુસ્લિમો વિરૂદ્ધ નફરત પર આધારિત ગુનાઓમાં વૃદ્ધિ જરૂર થઈ રહી છે પરંતુ તેવી જ રીતે યહુદીઓ વિરૂદ્ધ પણ ગુનાઓમાં વૃદ્ધિ થઈ છે ત્યારે લંડન હજી પણ દુનિયાના સૌથી સુરક્ષિત શહેરોમાંનું એક છે. સાદિકખાને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના મુસ્લિમ દેશો માટે વીઝા પ્રતિબંધની આલોચના કરી હતી. તેમણે કહ્યું હતું કે જો ચરમપંથી IS આમ કહે છે કે ઈસ્લામ અને પશ્ચિમ એક સાથે નહીં ચાલી શકે અને પશ્ચિમ મુસ્લિમો પ્રત્યે નફરત ભાવ રાખે છે તો મને આ બકવાસ લાગતો. કોઈપણ શંકા વગર આપણે એકબીજાની સાથે રહીએ છીએ. તેમના મત મુજબ ટ્રમ્પ જ્યારે કહે છે કે ઈસ્લામ અને પશ્ચિમ એક સાથે ચાલી શકશે નહીં અને મુસ્લિમો અમેરિકા આવી શકશે નહીં તો આ જ વાત આઈએસ પણ કરી રહી છે. ટ્રમ્પે આમ કહી ૈંજી માટે કામ સરળ કરીર્ દીધું છે. એક ઈન્ટરવ્યુમાં સાદિકખાનનું કહેવું હતું કે આ વાત સાચી છે કે આતંકવાદની ઘટનાઓ અને નફરત પર આધારિત ગુનાઓમાં વૃદ્ધિ બાદ તેમનું કાર્ય અઘરું થઈ ગયું છે કારણ કે તેમની પાસે સંસાધનોની અછત છે તે હાલ સરકાર પાસે વધુ સંસાધનોની માંગ કરી રહ્યા છે.