હિલેરી- ટ્રમ્પના એકબીજા પર ભારે તેજાબી પ્રહારો

૯૦ મિનિટ સુધી બંને વચ્ચે સામસામા પ્રહારો 

(એજન્સી) વોશિગ્ટન,તા. ૧૦

અમેરિકામાં આગામી મહિનામાં યોજાનાર પ્રમુખપદની ચૂંટણી પહેલા આજે રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્‌મ્પ અને ડેમોક્રેટ ઉમેદવાર હિલેરી ક્લિન્ટન વચ્ચે ૯૦ મિનિટ સુધી થયેલી બીજી ડિબેટમાં પણ સળગતા વિષય ઉઠયા હતા. એકબાજુ હિલેરી ક્લિન્ટને મહિલાઓને લઇને કરવામાં આવેલા નિવેદન મુદ્દે ટ્રમ્પ પર પ્રહારો કર્યા હતા. હિલેરીએ કહ્યુ હતુ કે હાલમાં જારી કરવામા ંઆવેલા વિડિયોથી ટ્રમ્પનો વાસ્તવિક ચહેરો તમામની સામે આવી ગયો છે. હિલેરીએ કહ્યુ છે કે ટ્રમ્પ કેટલીક વખત મહિલાઓનુ આ રીતે અપમાન કરી ચુક્યા છે. બીજી બાજુ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ હતુ કે હિલેરીના પૂર્વ પતિ અને અમેરિકાના પૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટનના પ્રેમ પ્રકરણથી તમામ લોકો વાકેફ છે. હિલેરીએ કહ્યુ હતુ કે ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ બનવા લાયક નથી. તેઓ તમામ અમેરિકી લોકોની પ્રમુખ બનવા માટે તૈયાર છે. તે આ અંગે રચનાત્મક અને આશાવાદી છે. અમેરિકી લોકો સાથે મળીને સારી કામગીરી અદા કરી શકાય છે. પરંતુ ટ્રમ્પ દેશના પ્રમુખ બનવા માટે લાયક નથી. વોશિગ્ટન પોસ્ટમાં પ્રકાશિત એક લેખમાં ટ્રમ્પે એક ટીવી શો દરમિયાન મહિલાઓ પર ટિપ્પણી કરતા કહ્યુ હતુ કે જો તમે સ્ટાર છો અને પૈસા છે તો તમે મહિલાઓ સાથે કઇ પણ કરી શકો છો. આ વિડિયો વર્ષ ૨૦૦૫ની છે. ટ્રમ્પ વિડિયોમાં ટીવી હોસ્ટ તરીકે રહેલી બિલી બુશ સાથે આ વાત કરતા નજરે પડે છે. અલબત્ત આ વિડિયો સપાટી પર આવ્યા બાદ ટ્રમ્પે માફી માંગી લીધી છે. વર્ષ ૨૦૦૫માં ટીવી શો દરમિયાન ટિપ્પણીની માહિતી મુજબ આ સમગ્ર રેકોર્ડિંગ એ વખતની છે જ્યારે ટ્રમ્પ શોના હોસ્ટ સાથે એક અનૌપચારિક વાતચીત કરી રહ્યા હતા. તે વખતે તેમના એક માઇક્રોફોન ઓન રહી જતા તમામ વિગત સપાટી પર આવી ગઇ છે. વિડિયો લીક થઇ ગયા બાદ આના જવાબમાં ટ્રમ્પે બીજી ડિબેટમાં બિલ ક્લિન્ટન પર રેપનો આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યુ હતુ કે રેપના આક્ષેપો કરનાર મહિલા સાથે ક્લિન્ટને પ્રેસ કોન્ફરન્સ કરી હતી.

 

ડોનાલ્ડ ટ્રમ્પે શું કહ્યું….

ન્યુયોર્ક,તા. ૧૦

અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીને લઇને હવે સ્પર્ધા તીવ્ર બનવા જઇ રહી છે. બીજી ડિબેટમાં ડોનાલ્ડ ટ્રમ્પે શું કહ્યું તે નીચે મુજબ છે.

  • હિલેરીના પતિ અને પૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટનના ઘણા કેસ લોકો જોઇ ચુક્યા છે
  • બિલ ક્લિન્ટન મહિલાઓનું શોષણ કરતા હતા
  • મહિલાઓનું તે ખુબ જ સન્માન કરે છે. મહિલાઓનું તેમના કરતા વધુ સન્માન કરનાર નથી
  • મહિલાઓને તેમને મંજુરી વગર ક્યારે સ્પર્શ કર્યું નથી અને ક્યારે કિસ કર્યા નથી
  • ઓબામાના હેલ્થકેર પ્લાનના સંદર્ભમાં આક્ષેપો કર્યા
  • ટ્રમ્પે કહ્યું કે, તેઓ નવા હેલ્થ પ્લાનની યોજના ધરાવે છે જે વધારે સસ્તા પ્લાન તરીકે રહેશે
  • આતંકવાદના મુદ્દા પર કઠોર વલણ અપનાવતા કહ્યું કે ઇસ્લામથી ભયભીત થવાની જરૂર નથી
  • ઇસ્લામો ફોબિયાના સંદર્ભમાં ટ્રમ્પે કહ્યું કે, સમસ્યાનો ઉકેલ લાવવા માટે નામ લઇને વાત કરવી પડશે અને નામ છે રેડિકલ ઇસ્લામિક ટેરેરિઝમ

 

 

હિલેરી ક્લિન્ટને શું કહ્યું

ન્યુયોર્ક,તા. ૧૦

અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીને લઇને હવે સ્પર્ધા તીવ્ર બનવા જઇ રહી છે. બીજી ડિબેટમાં હિલેરીએ શું કહ્યું તે નીચે મુજબ છે.

  • ડોનાલ્ડ ટ્રમ્પ દેશના પ્રમુખ બનવાના લાયક નથી
  • તમામ અમેરિકી નાગરિકોના પ્રમુખ બનવાની ઇચ્છુક છે અને આને લઇને આશાવાદી છે
  • ટ્રમ્પના વિચારોને દેશ ક્યારેય ચલાવી લેશે નહીં
  • અમે અમેરિકી એકબીજાનું સન્માન કરીએ છીએ. આજ કારણસર અમેરિકા વિશ્વનું નેતૃત્વ કરે છે
  • અમેરિકાની શક્તિથી તમામ લોકો વાકેફ છે
  • ડોનાલ્ડ તેમના જેવા લોકોની જ કાળજી લઇ રહ્યા છે
  • પર્સનલ ઇ-મેઇલ એકાઉન્ટના ઉપયોગ બદલની જવાબદારી સ્વીકારે છે
  • મહિલાઓ પ્રત્યે ખુબ સન્માન ધરાવે છે અને તેમની સત્તાઓને વધારવા માટે કટિબદ્ધ છે
  • ડોનાલ્ડ ટ્રમ્પની ટેક્સ પોલિસીને લઇને પણ અમેરિકી સંતુષ્ટ નથી
  • લોકોને ગેરમાર્ગે દોરવાના પ્રયાસ કરાઈ રહ્યા છે

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks