ટ્રમ્પના નવા ઓર્ડર પ્રમાણે ઈરાકને પ્રતિબંધિત મુસ્લિમ રાષ્ટ્રોની યાદીમાંથી બાકાત રાખવામાં આવ્યું

(એજન્સી)                               તા.ર

અમેરિકાના રાષ્ટ્રપતિ ડ્રોનાલ્ડ ટ્રમ્પના નવા શરણાર્થી આદેશ પ્રમાણે ઈરાકને ૭ પ્રતિબંધિત રાષ્ટ્રોની યાદીમાંથી બાકાત રાખવાનો નિર્ણય લીધો છે એમ અમેરિકાના સત્તાધીશોએ મંગળવારે જણાવ્યુંં હતું. આગામી દિવસોમાં ટ્રમ્પ આ કારોબારી આદેશ પર સહી કરી શકે છે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ચાર સત્તાધીશોએ વાતચીતમાં જણાવ્યું કે પેન્ટાગોન અને અન્યો દ્વારા સર્જવામાં આવેલા દબાણ બાદ વાઈટ હાઊસે ઈરાકને યાદીમાંથી હાંકી કાઢવાનો નિર્ણય કર્યો હતો. વાઈટ હાઉસના અધિકારીએ નામ ન જાહેર કરવાની શરતે જણાવ્યું કે ઈરાન, લીબિયા, સુડાન સહિતના અન્ય રાષ્ટ્રોને યાદીમાંથી હાંકી કાઢવામાં આવશે નહિ. તેમના પર ૯૦ દિવસનો પ્રતિબંધ યથાવત્‌ રહેશે.

અધિકારીએ જણાવ્યું કે ૧૨ પાનાના દસ્તાવેજ પ્રમાણે સિરિયન શરણાર્થીઓને પણ પ્રતિબંધમાંથી બાકાત રાખાવામાં આવ્યા નથી. અમેરિકા દ્વારા પ્રતિબંધ મૂકાયેલા દેશમાંથી લધુમતીઓને ધર્મને આધારે છૂટછાટ આપવામાં આવશે નહિ. ટિખળખોરોએ આક્ષેપ કર્યો છે કે વહીવટીતંત્રે આવી ભાષાનો પ્રયોગ કર્યો હતો કે જેથી અમેરિકામાં ખ્રિસ્તી લોકોને મદદ કરી શકાય જ્યારે મુસ્લિમોને તેનામાંથી બાકાત રાખાવામાં આવે. વ્હાઈટ હાઉસે આ મુદ્દે કોઈ જ ટિપ્પણી કરી ન હતી.

ટ્રમ્પે ગત જાન્યુઆરી મહિનામાં કારોબારી આદેશ લોકોમાં ભય, કુતુહલનો માહોલ સર્જયો હતો. અમેરિકા જતા લોકોને જતા અટકાવવામાં આવ્યા હતા. દેશમાં વસતા લોકોને સ્પેશલ કાયદેસર પરવાનગી આપતા પહેલાં અમેરિકાએ ગ્રીન કાર્ડ હોલ્ડર ધારકોના કાર્ડ બ્લોક કરી દીધા હતા.

ફેડરલ કોર્ટ ટ્રમ્પના આદેશને બ્લોક કરે તે પહેલાં અમેરિકાએ આશરે ૬૦ હજાર કાયદેસર વિઝા રદ કરી દીધા હતા. અમેરિકાની નવમી સરકિટ કોર્ટે આ મુદ્દે ચુકાદો મોકુફ રાખ્યો હતો. પછી ઓર્ડરને રિવ્યુ કરતા જણાવવામાં આવ્યું કે બધા વિઝાને ફરીવાર કાયદેસર કરવામાં આવશે. ટ્રમ્પે મંગળવારે જણાવ્યું કે આપણા રાષ્ટ્રને સુરક્ષિત બનાવવા માટે જે લોકોથી નુકસાન છે તેમને દૂર રાખવાની જરૂર છે. ટ્રમ્પે જ્યારે ઓર્ડર પર સહી કરી ત્યારે ઈરાકના રાષ્ટ્રપતિ હૈદર અબ્બાદીએ  આદેશને પોછો ખેંચવાની અથવા ફેર વિચારણા કરવાની વાત કરી હતી. કેટલાક ઈરાકી સાંસદોએ માંગણી કરી હતી કે ઈરાકમાં અમેરિકન પર પ્રતિબંધ મૂકવામાં આવે.

અલ અબ્બાદી અમેરિકાના સંરક્ષણ સચિવ જીમ માટીસને બગદાદમાં મળ્યા હતા. માટીસે ટ્રમ્પના નિવેદન મુદ્દે કહ્યું કે અમેરિકી સેનાની તૈનાતીને  લીધે ઈરાકના તેલ પર કબજો મેળવવાનો બીજીવાર પ્રયાસ મળી શકે છે. તેમણે કહ્યું અમે તેલ પર કબજો મેળવવા આવ્યા નથી. અલ અબ્બાદી અમેરિકી ઉપ રાષ્ટ્રપતિ પીન્સને મ્યુનિચમાં મળ્યા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks