તુર્કીમાં બાળવિવાહને લીલી ઝંડી અપાતાં તંગદિલી ફેલાઇ

(એજન્સી) તા.પ
તુર્કીમાં નવ વર્ષની કિશોરીને ઇસ્લામિક કાયદા હેઠળ લગ્ન કરવાની છૂટ આપી દેવાયા બાદ તુર્કીના ધાર્મિક બાબતોની સ્ટેટ એજન્સીની સમગ્ર વિપક્ષી પાર્ટીઓ દ્વારા આકરા શબ્દોમાં ટીકા કરવામાં આવી છે. ધી ડિયાનેટ ધાર્મિક બાબતોના ડિરેક્ટોરેટે કહ્યું કે હવે લગ્ન કરવા માટે છોકરીઓ માટેની ઓછામાં ઓછી ઉંમર ૯ વર્ષ હોવી જોઇએ. જ્યારે કિશોરની ઉંમર ૧ર હોવી જોઈએ. જોકે આ છૂટછાટ ઇસ્લામિક કાયદા પ્રમાણે આપવામાં આવી હતી. જોકે આ અંગે જાહેરાત કર્યા બાદથી જ તુર્કીમાં તંગદિલી ફેલાઇ છે. મહિલા અધિકારો માટે લડતાં સંગઠનો અને દેશની વિપક્ષી પાર્ટીઓએ સત્તાધારી પાર્ટીને આડે હાથ લેવાના પ્રયાસો શરુ કરી દીધા છે. ધાર્મિક બાબતોના હાઇ કમિશનનના વડા એકરામ કેલેસે ગુરુવારે કહ્યું કે મહિલાઓ માટે લગ્નની ઓછામાં ઓછી ઉંમર ૧૭ અને છોકરાઓ માટે ૧૮ હોવી જોઇએ. નવ કે ૧૦ વર્ષના બાળકોના લગ્ન કરાવવાનું ભૂલી જાઓ. ૧પ વર્ષની ઉંમરે પણ બાળકોના લગ્ન ના થવા જોઇએ. તુર્કીમાં લગ્ન કરવાની ઓછામાં ઓછી ઉંમર ૧૮ છે જે કાયદા અનુસાર છે. પરંતુ તુર્કીનો કાયદો કહે છે કે કોઈ અસામાન્ય સ્થિતિ હોય તો જ જજ છોકરા કે છોકરીને ૧૬ની ઉંમરે લગ્ન કરવાની છૂટ આપી શકે છે. જોકે તેના બાદથી જ તુર્કીમાં વિવાદ શરુ થઇ ગયો છે. અહીં બાળલગ્ન અસમાન્ય બાબત નથી અને અહીં છોકરીઓના શિક્ષણ માટેની લડત હજુ પણ ચાલુ છે. મુખ્ય વિપક્ષી દળ રિપબ્લિકન પીપલ્સ પાર્ટીના સાંસદ ગાયે ઉસેલેરે સરકાર સામે આરોપ મઢતાં કહ્યું કે આજના જમાનામાં બાળકો માટે અભ્યાસ અને સારા સ્વાસ્થ્ય અંગે વાત કરવાની જરુર છે ત્યારે હાલની સરકાર તેમના વહેલા તે પહેલાના ધોરણે લગ્ન કરાવી દેવાની ચિંતા કરી રહી છે. તદઉપરાંત સાંસદ મુરાત બાકેને ટિ્‌વટર પર કહ્યું કે બાળલગ્ન એ બાળકોના અધિકારો, મહિલાઓના અધિકારો તથા માનવીના અધિકારોનું ઉલ્લંઘન કરે છે. આ મામલે સંસદીય તપાસ કરાવવાની જરુર છે. મહિલા અધિકારો માટે લડતા સંગઠનોએ પણ કહ્યું કે અમે પણ એજન્સીના આ નિર્ણય સામે ટીકા કરીએ છીએ. જે ધાર્મિક બાબતોના મંત્રાલય સમકક્ષ જ હોદ્દો ધરાવે છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks