લંડનમાં ર૪ માળની ઈમારતમાં ભયંકર આગથી ૧રનાં મોત

રોઝો રાખવા માટે સેહરીમાં ઊઠેલા મુસ્લિમોએ

અન્ય સમુદાયના પાડોશીઓના દરવાજા ખટખટાવી બચાવ્યા

 

(એજન્સી)                  લંડન, તા.૧૪

લંડનમાં પશ્ચિમ છેડે આવેલ ર૪ માળની ગ્રેનફેલ નામની ઈમારતમાં બુધવારે વહેલી સવારે લાગેલી ભીષણ આગમાં ૧૨ લોકોનાં બળી જવાથી મોત થયા હતા જ્યારે ૬૪થી વધુ દાઝી જવાથી ઈજાગ્રસ્ત બન્યા હતા. આ ઘટના બાદ લંડનમાં ફાયરસેફટી સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. ૭૪ લોકો ગંભીર રીતે દાઝયા છે. પોલીસે કહ્યું કે, ભીષણ આગમાં છ લોકોના અત્યાર સુધીમાં મોત થયા છે. મોતનો આંકડો વધી શકે છે. રાહત અને બચાવની કામગીરી વેગવંતી બનાવાઈ છે. ફાયર બ્રિગેડના જવાનો ઈમારતમાં ફસાવેલા લોકોને બહાર કાઢવાની કામગીરી કરી રહ્યા છે. ર૦૦ જેટલા ફાયર ફાઈટરો રાઉન્ડ ધ કલોક બચાવ કામગીરી કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે ગ્રીનફેલ ટાવરમાં મોટી સંખ્યામાં મુસ્લિમો રહે છે જ્યારે રમઝાન માસ ચાલતો હોવાથી ટાવરમાં મોટાભાગના લોકો રોઝા રાખવા માટે જાગી રહ્યા હતા જ્યારે સેહરીના સમયે આ ઘટના બનતા લોકો સચેત બની ગયા હતા અને મોટી જાનહાની ટળી હતી. ટાવરમાં રહેતા મુસ્લિમ સમુદાયના લોકોએ અન્ય લોકોને પણ સાવચેત કરી દીધા હતા. મુસ્લિમ લોકોએ અન્ય સમુદાયના પાડોશીઓના દરવાજા ખખડાવી તેમને સચેત કરી દેતા પળવારનો વિલંબ કર્યા વિના તેઓ બિલ્ડિંગમાંથી બહાર નીકળી ગયા હતા.

ફાયર બ્રિગેડના વડા ડેની કોટને કહ્યું કે ઘટના સ્થળે ઘણા લોકોના મોત થયા છે. હજુ કેટલાય લોકો ફલેટોમાં ફસાયેલા છે. ઈમારતમાં સેંકડો લોકો રહે છે. ર૦ એમ્બ્યુલન્સ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવા તૈનાત છે. ગ્રેન ફેલ ટાવરની આજુબાજુ મોટી સંખ્યામાં મુસ્લિમો રહે છે. રમઝાન માસમાં સવારે કેટલાક લોકો જાગ્યા હતા ત્યારે ઈમારતમાં આગ લાગવાની ઘટના બની હતી. ઈમારતમાં ૧ર૦ ફલેટ છે. આગ બીજા માળથી ર૭માં માળ સુધી લાગી હતી. લેટીમેર રોડ પર લેનકેસ્ટર પેસ્ટ એસ્ટેટના ગ્રેન ફેલ ટાવરમાં સ્થાનિક સમય અનુસાર ૧ વાગેને ૧૬ મિનિટે આગ લાગી હતી. પોલીસના જણાવ્યા મુજબ ઈમારતની ઘેરાબંધી કરાઈ છે. આગ ભયંકર છે. એક મોટો અગ્નિકાંડ છે. તેવું નજરે જોનારાનું કહેવું છે. આ ઈમારતમાં ૬૦૦ લોકો રહે છે. લંડનના મેયર સાદીકખાને કહ્યું કે લંડનના ફાયર ફાઈટર ફકત ૧ર માળ સુધી જ પહોંચી શકે તેટલી સમર્થતા ધરાવે છે. ઈમારત ર૪ માળની છે. ૧૦૦ જેટલી મેડિકલ ટીમો ઘાયલોને સારવાર આપી રહી છે. રાત્રે ૧ઃ૦૦ વાગ્યાની આસપાસ ફાયર બ્રિગેડની ઈમારતમાં આગની જાણ કરતાં ફોન મળતાં જ ૬ મિનિટમાં ઘટના સ્થળે ફાયર ફાઈટર પહોંચી ગયા હતા. ભારતીય દૂતાવાસે લંડનમાં એક હેલ્પલાઈન નંબર જાહેરાત કર્યો છે. જે કેમ્યુલિટી બ્યુરો ૦૮૦૦૦૯૬૧ર૩૩ અથવા ૦ર૦૭૧પ૮૦૧૯૭ એચસીઆઈ પબ્લિક રિસ્પોન્સ યુનિટ ૦ર૦૮૬ર૯પ૯પ૦.

 

 

લંડનની ઈમારતમાં આગ સમયે હતાશ માતાઓની ચીસો…. મારા બાળકને બચાવી લો…. નજરે જોનારાઓનું  વર્ણન

(એજન્સી)                    લંડન, તા.૧૪

લંડનમાં ગ્રેનફેલ ટાવરમાં લાગેલ આગ ટાવરમાં ચારે બાજુ પ્રસરી જતા અંદર ફસાઈ ગયેલા લોકોએ બારીમાંથી ડોકા કાઢી બચાવો-બચાવોની ચીસો પાડી  એક મહિલાએ તેના ૬ બાળકોમાંથી બે બાળકો ગુમાવ્યા હતા. કેટલીક મહિલાઓએ બાળકોને સલામત નીચે ફેક્યા હતા.

ભીષણ આગથી દરેક વ્યક્તિમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. દરેક વ્યક્તિ ચીસો પાડી કૂદતા હતા. તેમ બીબીસી રેડીયોને માઈકલ પરમાશીવને જણાવ્યું હતું. ર૧માં માળે ફસાયેલ મહિલા સાથે વાત કરી હતી. તેને છ બાળકો હતા. તે નીચે ઉતરી ત્યારે ચાર બાળકો સાથે ઉતરી હતી. તેણી ભાંગી પડી હતી. સમીરા સમસણી નામની એક ઊભેલ મહિલાએ જોયું કે ૯ અને ૧૦માં માળેથી બાળકોને નીચે સલામત રહેવાસીઓ ફેકતા હતા. આગથી ભયભીત લોકો ઈમારતના ફ્લેટોની બારીઓમાં આવી ચીસો પાડી રહ્યા હતા. એક વ્યક્તિએ નીચે ફેકેલા બાળકને ઝીલી લઈ મહાન કાર્ય કર્યું હતું. તમારા નામની એક નજરે જોનાર મહિલાએ કહ્યું કે બાળકોને નીચે ફેંક્યાની ઘટના તેણીએ જોઈ છે. બાળકોને નીચે ફેકતા તેઓ બાળકોને બચાવી લો બચાવી લોની ચીસો પાડતા હતા. લોકો બારીઓમાંથી મદદનો પોકાર કરતા હતા. આગે સમગ્ર ઈમારતને ભરડામાં લીધી હતી. તમામ ફ્લેટોના રૂમોમાં આગ ફેલાઈ હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks