ટ્વેન્ટી ક્રિકેટ ટીમના સહાયક કોચ તરીકે હવે પોન્ટીંગ રહેશે

ઓસ્ટ્રેલિયન ક્રિકેટ દ્વારા મોટી જવાબદારી સોંપાઈ

સિડની,તા. ૧

ઓસ્ટ્રેલિયાના ભૂતૂપૂર્વ કેપ્ટન રિકી પોન્ટીંગની ફેબ્રુઆરી મહિનામાં શ્રીલંકા સામે રમાનારી ઓસ્ટ્રેલિયાની ટી-૨૦ શ્રેણી માટે સહાયક કોચ તરીકે પસંદગી કરવામાં આવી છે. જસ્ટીન લેંગર, ગિલેસ્પીની સાથે મળીને તે કામ કરશે. આ ત્રિપુટી ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ચાહકોમાં ભારે રોમાંચ જગાવી શકે છે. ચાર ટેસ્ટ મેચોની શ્રેણીમાં ભારત સામે પણ આ ત્રિપુટીની જોડી રહેશે. ગયા સપ્તાહમાં જ સ્ટાફમાં ગિલેસ્પીની પસંદગી કરવામાં આવી હતી. પોન્ટીગે નવેમ્બર મહિનામાં જ કહ્યું હતું કે તે રાષ્ટ્રીય ટીમમાં ભૂમિકા ભજવવા માટે તૈયાર છે. પોતાની નિમણૂંક બાદ આ અંગેનો પુનરોચ્ચાર પોન્ટીગે ફરી કર્યો છે. પોન્ટીંગે પસંદગીની કામગીરી અને કોચીંગમાં રસ દર્શાવ્યો છે. ટ્‌વેન્ટી ક્રિકેટ માટે સહાયક કોચ તરીકેની પસંદગી તેની કરવામાં આવ્યા બાદ તે હવે અન્ય ભૂમિકા ભજવવા માટે પણ ઉત્સુક દેખાઈ રહ્યો છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા તરફથી જારી કરવામાં આવેલી અખબારી યાદીમાં પોન્ટીંગને ટાકીને જણાવવામાં આવ્યું છે કે ઓસ્ટ્રેલિયામાં ટ્‌વેન્ટી ક્રિકેટમાં ઘણા કુશળ ક્રિકેટરો રહેલા છે. જેસ્ટીન લેંગર અને જેસન ગિલેસ્પી સાથે મળીને તે કુશળ ખેલાડીઓને સપાટી ઉપર લાવવા માટે ઈચ્છુક છે. વર્ષ ૨૦૧૨માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધા બાદથી પોન્ટીંગે ક્રિકેટની રેન્જમાં અને મીડિયામાં ભૂમિકા ભજવી છે. પોન્ટીંગે કેરેબિયન પ્રિમિયર લીગમાં ૨૦૧૩માં પોતાની છેલ્લી ટ્‌વેન્ટી મેચ રમી હતી. ૨૦૧૫ અને ૨૦૧૬ વચ્ચેના ગાળામાં આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયના કોચ તરીકે પણ પોન્ટીંગ રહ્યો હતો. મુંબઈ ઈન્ડિયને આ ગાળામાં આઈપીએલ ટ્રોફી જીતવામાં સફળતા મેળવી હતી. જ્યારે ૨૦૧૬માં મુંબઈ ઈન્ડિયનની ટીમ પાંચમાં સ્થાને રહી હતી. બીગબેસ લીગમાં પણ ચેન્નાઈ-૧૦ માટે પોન્ટીંગની વાત ચાલી રહી હતી. પોન્ટીંગની સહાયક કોચ તરીકે પસંદગી કરાયા બાદ ઓસ્ટ્રેલિયન ટીમને ચોક્કસપણે ફાયદો થશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts